ભૂપેન્દ્ર યાદવને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી
પાટીલની જગ્યાએ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષની જગ્યા ભરાશે
નવી દિલ્હીઃ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફરી એક વખત મોટી જવાબદારી આપવામાં આવી છે. રૂપાણીને રાજસ્થાન ભાજપના ચૂંટણી અધિકારી બનાવાયા છે. 2 જાન્યુઆરી, 2025ની રાત્રે ભાજપ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. આ પહેલા રૂપાણીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ચૂંટવા માટે ઓબ્ઝર્વર બનાવાયા હતા.
ભાજપે પ્રદેશ પ્રમુખો અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની જાહેરાત કરી હતી. આ અધિકારીઓમાં લગભગ તમામ મોટા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. ભૂપેન્દ્ર યાદવની ચૂંટણી અધિકાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ભૂપેન્દ્ર યાદવ નેતાઓ, કાર્યકર્તાઓ સાથે વાત કરીને ગુજરાત પ્રદેશ પ્રમુખના દાવેદારોના નામ મોવડી મંડળને સોંપશે.
હરિયાણા માટે અરુણ સિંહને, જ્યારે બિહાર માટે મનોહર લાલની પસંદગી કરવામાં આવી છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો અહીં ચૂંટણી અધિકારી ધર્મેન્દ્ર પ્રધાન હશે. ભાજપે પૂર્વ સાંસદ સંજય ભાટિયાને જમ્મુ-કાશ્મીરના સંગઠન ચૂંટણી અધિકારી બનાવ્યાં છે. કેરળ માટે પ્રહલાદ જોશી, લદ્દાખ માટે જયરામ ઠાકુર, લક્ષદ્વીપ માટે પોન રાધાકૃષ્ણન, જ્યોર્જ કુરિયનને મેઘાલય માટે અધિકારી જાહેર કરવામાં આવ્યાં છે. એ જ રીતે મિઝોરમ માટે વનાતિ શ્રીનિવાસન, નાગાલેન્ડ માટે વી. મુરલીધરન, ઓડિશા માટે સંજય જયસ્વાલ, પુડુચેરી માટે તરુણ ચુગ, સિક્કિમ માટે કિરણ રિજિજુ, તમિલનાડુ માટે જી. કિશન રેડ્ડી, તેલંગાણા માટે કુમારી શોભા કરંદલાજે અને ત્રિપુરા માટે જુઆલ ઓરામની નિમણૂંક કરવામાં આવ્યા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++