+

દિલ્હી-NCR, UP અને બિહારમાં ધરતી ધ્રૂજી, પટનામાં ભૂકંપના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યાં

પટનાઃ દિલ્હી-એનસીઆર, યુપી અને બિહારમાં આજે સવારે 7.1 ના ભૂકંપના આંચકા આવતા લોકોમાં ગભરાહટ ફેલાયો હતો. પટનામાં સવારે 6.38 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.સહરસા, સીતામઢી, મધુબની અને અરાહ સહિત અનેક જગ્ય

પટનાઃ દિલ્હી-એનસીઆર, યુપી અને બિહારમાં આજે સવારે 7.1 ના ભૂકંપના આંચકા આવતા લોકોમાં ગભરાહટ ફેલાયો હતો. પટનામાં સવારે 6.38 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.સહરસા, સીતામઢી, મધુબની અને અરાહ સહિત અનેક જગ્યાઓએ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા.

પશ્ચિમ બંગાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા

આજે સવારે લગભગ 6.35 વાગ્યે પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં ભૂકંપના હળવા આંચકા પણ અનુભવાયા હતા. આ આંચકા દક્ષિણ બંગાળ કરતાં ઉત્તર બંગાળમાં વધુ અનુભવાયા હતા.

કેન્દ્ર નેપાળમાં હતું, રિક્ટર સ્કેલ પર આટલી તીવ્રતા

ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું અને તે જમીનથી 10 કિલોમીટર અંદર હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 માપવામાં આવી છે. જો 7 થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવે તો ઇમારતના પાયામાં તિરાડ પડી શકે છે અને ઇમારતો પણ પડી શકે છે. 7 થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવે ત્યારે લોકો ભયભીત દેખાય છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter