+

વિજય નહેરા સહિત 3 IAS અધિકારીઓને વધારાનો ચાર્જ, બે અધિકારીઓની બદલી- Gujarat Post

ગાંધીનગરઃ ગુજરાતના વહીવટી માળખામાં ફરી એક વખત ફેરફાર થયો છે. વિજય નહેરા સહિત ત્રણ આઈએએસ અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, જ્યારે બે અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મનિષા ચંદ્રા, કે એમ ભીમજી

ગાંધીનગરઃ ગુજરાતના વહીવટી માળખામાં ફરી એક વખત ફેરફાર થયો છે. વિજય નહેરા સહિત ત્રણ આઈએએસ અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, જ્યારે બે અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મનિષા ચંદ્રા, કે એમ ભીમજીયાણીની બદલી કરાઈ છે, જ્યારે વિજય નહેરા, એ કે રાકેશ તેમજ પી.સ્વરુપને વધારાનો ચાર્જ સોંપાયો છે.

મનિષા ચંદ્રાની ગ્રામ વિકાસ કમિશનર તરીકે બદલી કરાઈ છે, જ્યારે કૃષિમંત્રાલયના સેક્રેટરી કે એમ ભીમજીયાણીની નાણાં મંત્રાલયમાં સેક્રેટરી તરીકે બદલી થઈ છે. વિજય નહેરાને ધોલેરા પ્રોજેક્ટના સીઈઓ તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. એ કે રાકેશને અધિક મુખ્ય સચિવ સહકાર અને પશુપાલન વિભાગનો તથા પી સ્વરુપને મહેસૂલ સચિવ(અપિલ)નો વધારાનો ચાર્જ સોંપાયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter