(અકોટા વિસ્તારની તસવીર)
ભારે વરસાદી માહોલ વચ્ચે વડોદરા શહેરમાં પૂર જેવી સ્થિતિ
રોડ પર નદી વહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં
Latest Vadodara News: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે નદી-નાળા છલકાય છે અને અમુક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. વડોદરા શહેરના પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વડોદરા શહેર જળબંબાકાર બની ગયું છે અને શહેરના મોટાભાગના વિસ્તારો પાણી ભરાયા છે. વડોદરા પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, વરસાદના કારણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી ગયેલ હોવાથી જોખમની સપાટી વટાવી દીધી છે જેથી ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું છે. નાગરવાડા, આરાધના અને કાસમાલ તરફ જવાના રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે.
સોમવારે સાંજે વિશ્વામિત્રીની સપાટી 28 ફૂટ પહોંચી જતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે સ્થાળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરા મ્યુનિસિપલ કમિશનરે એક વીડિયો જાહેર કરીને વડોદરામાં પૂરની ગંભીર સ્થિતિ હોવાનું જણાવ્યું હતું.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526