વડોદરાઃ એક 10 વર્ષના બાળકનું ઘરના ઝુલામાં ટાઇ ફસાઈ જતાં મોત નીપજ્યું છે. બાળકની ટાઈ તેના ઘરના હીંચકા પર રમતી વખતે હૂંકમાં ફસાઈ ગઈ હતી, પોલીસે જણાવ્યું કે આ દરમિયાન તેનું ગળું દબાઇ ગયું હતું અને તેનું મોત થયું હતું. આ ઘટના રવિવારે રાત્રે વડોદરાના નવાપુરા વિસ્તારમાં બની હતી. મૃતકની ઓળખ રચિત પટેલ તરીકે થઈ છે.
માતા ઘરે હાજર ન હતા
પોલીસે જણાવ્યું કે બાળકની માતા પડોશીના ઘરે એક ફંક્શનમાં ગયા હતા, અને તેના પિતા બીજા રૂમમાં હતા. રચિતે જે નેકટાઈ પહેરી હતી તે હીંચકાના હૂંકમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે તે આકસ્મિક રીતે ગળામાં ફસાઇ ગઇ હતી અને તેનું મોત થયું હતું.
બાળક ઘણીવાર હીંચકા પર સ્ટંટ કરતો હતો
પરિવારે જણાવ્યું કે બાળકને ઘણીવાર હીંચકા પર સ્ટંટ કરવાની ટેવ હતી, તેણે નેકટાઈ પહેરી હતી, જે હીંચકાના હૂંકમાં ફસાઈ ગઈ અને તેનું ગળું દબાઇ ગયું હતું. તેના પિતાએ તેને બેભાન જોયો અને તરત જ તેને નીચે ઉતાર્યો હતો. માતા-પિતા તેને માંજલપુરની હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે મૃતદેહને તેના માતા-પિતાને સોંપતા પહેલા તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++