(પ્રતિકાત્મક ફોટો)
વડોદરાઃ હાલમાં ધોરણ-12 સાયન્સની પરીક્ષાઓ ચાલી રહી છે, દરમિયાન વડોદરાના એક પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી ઘટના બની છે, શહેરના હરણી વિસ્તારમાં ધોરણ-12 સાયન્સના 17 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે.
તેને સ્યૂસાઇડ નોટમાં મામા-પિતા અને ભાઇની માફી માંગી છે અને આત્મહત્યા કરી લીધી છે, પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબ્જો લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
પ્રાથમિક તપાસમાં પરીક્ષાના ડરને કારણે તેને આત્મહત્યા કરી લીધી હોવાનો અંદાજ છે, પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓએ સમજવું જોઇએ કે પરીક્ષા જિંદગીની આખરી લડાઇ નથી, હજુ તો જિંદગીમાં ઘણું બધું કરાય તેમ છે, જેથી હિંમત હારીને આવું કોઇ પગલું ભરવું જોઇએ નહીં, વાલીઓએ પણ પોતાના સંતાનો સાથે ચર્ચા કરવી જોઇએ અને તેમની સાથે મિત્રની જેમ રહેવું જોઇએ.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/