વડોદરામાં PI એ 2,00,000 રૂપિયાની લાંચ માંગી અને લાંચ લેનારો ઝડપાઇ ગયો

09:40 PM Apr 16, 2026 | gujaratpost

PI વી.એ.ચારણ પાદરા પોલીસ સ્ટેશન, વડોદરા ગ્રામ્ય અને સાજીદઅલી ગુલામરસુલ સૈયદ. રહે.ગામ ચાણસદ એસીબીની ઝપેટમાં આવી ગયા

પીઆઇ ફરાર, ખાનગી વ્યક્તિને એસીબીએ ઝડપી પાડ્યાં 

લવ-જેહાદના ગુનામાં 6 લાખ રૂપિયાની થઇ હતી માંગ 

ટ્રેપિંગનું સ્થળઃ અક્ષર ચોક, રજવાડી ટી- સ્ટોલની સામે, બાંકડા ઉપર, અક્ષર ચોક, વડોદરા

વડોદરાઃ ફરીયાદી તથા સાહેદનાઓ સાથે ગઇ 9 એપ્રિલે બપોરના સમયે આશરે 3 વાગે ઝઘડો થયો હતો, જેમાં ફરીયાદી તથા સાહેદને પાદરા પોલીસ સ્ટેશન લઇ ગયેલા હતા. પાદરા પોલીસે આ લોકોની વિરૂધ્ધમાં અટકાયતી પગલાની કામગીરી કરેલી, પીઆઇએ ફરીયાદી સાહેદને જણાવેલું કે  આ કેસમાં લવજેહાદનો ગુનો બને છે, અને આગળની કાર્યવાહી ન કરવા 6 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.

અંતે 2 લાખ રૂપિયામાં બધુ નક્કિ કરાયું હતુ, ફરિયાદી લાંચ આપવ માંગતા ન હોવાથી તેમને એસીબીમાં ફરિયાદ કરી હતી, જેને આધારે લાંચ લેતા ખાનગી વ્યક્તિ ઝડપાઇ ગયો હતો.

ટ્રેપ કરનાર અધિકારી: એ.એન.પ્રજાપતિ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, વડોદરા ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટે. તથા એ.સી.બી.સ્ટાફ. 

સુપર વિઝન અધિકારી: બી.એસ.પટેલ, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ

ઇન્ચાર્જ અધિકારી: બળદેવ દેસાઇ (આઇ.પી.એસ.) નાયબ નિયામક, એ.સી.બી.વડોદરા રેન્જ