વડોદરાઃ સાવલીમાં જીજાજીને ગાળો આપતા શખ્સને ઠપકો આપવા ગયેલા સાળાની હત્યા કરી નાખવામાં આવી- Gujarat Post

10:50 AM Oct 16, 2023 | gujaratpost

હત્યાની ઘટનાથી મચી સનસની

પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી

વડોદરાઃ સાવલી તાલુકાના ખાખરીયા ગામે બનેવીને અપશબ્દો બોલતા શખ્સને ઠપકો આપવા ગયેલા સાળાની હત્યા કરી નાખવામાં આવી છે. આ બનાવમાં પિતાએ એકનો એક પુત્ર ગુમાવ્યો છે. ખાખરીયા ગામે વેરાઇમાતા મંદિર પાસે રહેતા રાજુ ચીમનભાઇ વસાવાને સંતાનમાં 30 વર્ષનો પુત્ર કિરણ હતો. તેના લગ્ન થયા હતા પરંતુ પત્ની સાથે અણબનાવ થતાં બંને વચ્ચે છૂટાછેડા બાદ પિતા અને પુત્ર સાથે રહેતા હતાં. જ્યારે તેમની બે પુત્રીના લગ્ન થયા હોવાથી તેઓ સાસરીમાં રહે છે. મોડી રાત્રે રાજુભાઇ તેમની પુત્રી અને જમાઇને લેવા માટે ખાખરીયા કેનાલ પર ગયા હતા અને બંનેને લઇને ઘર તરફ આવતા હતાં.

દરમિયાન જમાઇ બીટ્ટુભાઇને જોઇને ગામમાં રહેતા શૈલેષ જયંતિ રાઠોડિયાએ અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું, જેથી ઘરમાંથી બહાર નીકળી કિરણ આવ્યો હતો અને મારા બનેવીને અપશબ્દો કેમ બોલે છે તેમ કહેતાં શૈલેષ ઉશ્કેરાયો હતો અને મંદિર પાસેથી મંડપના વાંસનો ડંડો લઇ આવીને કિરણને ધમકી આપી માથામાં ઘા કરતાં તે બેભાન થઇને સ્થળ પર જ ઢળી પડયો હતો. આ બનાવ બાદ ઇજાગ્રસ્ત કિરણને સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે સાવલી પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post