+

વડોદરામાં ઇન્કમ ટેક્સ વિભાગનો સપાટો, આરઆર કાબેલ ગ્રુપના 35 સ્થળો પર દરોડા

વાઘોડિયા જીઆઇડીસીમાં કંપનીમાં તપાસ વડોદરાઃ અમદાવાદ બાદ વડોદરાના આરઆર કાબેલ ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યાં છે, અંદાજે 35 જેટલા સ્થળો પર IT વિભાગની જુદી જુદી ટીમો ત્રાટકી છે. કંપનીની જુ

વાઘોડિયા જીઆઇડીસીમાં કંપનીમાં તપાસ

વડોદરાઃ અમદાવાદ બાદ વડોદરાના આરઆર કાબેલ ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યાં છે, અંદાજે 35 જેટલા સ્થળો પર IT વિભાગની જુદી જુદી ટીમો ત્રાટકી છે.

કંપનીની જુદી જુદી ઓફિસો, તેમના ડિરેક્ટરોના નિવાસસ્થાને દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે, આ સ્થળો પરથી મોટી માત્રામાં દસ્તાવેજો, ડિઝિટલ સામગ્રી મળી આવી છે.આ ગ્રુપ કેબલ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલું છે,ગ્રુપના ચેરમેન રમેશ કાબરાના નિવાસસ્થાન ઉપરાંત અમદાવાદ, મુંબઇ, સુરત, સેલ્વાસામાં પણ તપાસ થઇ રહી છે.

કંપનીના ડિરેક્ટરો સાથે જોડાયેલા લોકોના સ્થળો પર પણ આઇટીના અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે, કરોડો રૂપિયાની ટેક્સ ચોરી ઝડપાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, નોંધનિય છે કે અમદાવાદમાં બિલ્ડર્સ ગ્રુપ અને ફાર્મા કંપનીમાં થોડા જ દિવસો પહેલા આઇટીના દરોડા થયા હતા અને હવે વડોદરામાં આઇટીની તપાસ થઇ રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter