- અશ્લીલ વીડિયો મિત્રને બતાવવો આરોપીને ભારે પડ્યો
- માંજલપુર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક અત્યંત શર્મજનક ઘટના સામે આવી છે. પાડોશમાં રહેતી અને પોતાની બહેનપણીના ઘરે ગયેલી 13 વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવી, તેનો અશ્લીલ વીડિયો ઉતારનાર કોલેજિયન યુવકની પોલીસે અટકાયત કરી છે. આ સમગ્ર મામલાનો ભાંડો નરાધમ આરોપીએ આ વીડિયો પોતાના મિત્રને બતાવ્યો ત્યારે ફૂટ્યો હતો.
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર સગીરા ઈદ પહેલાં પોતાની બહેનપણીના ઘરે ગઈ હતી. આ દરમિયાન બહેનપણીના ભાઈએ (તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને પોતાના મોબાઈલમાં તેનો અશ્લીલ વીડિયો પણ બનાવી લીધો હતો. આરોપી અગાઉથી જ સગીરા પર નજર રાખતો હતો.
ઘટનાના થોડા દિવસો બાદ આરોપીએ આ અશ્લીલ વીડિયો તેના એક મિત્રને બતાવ્યો હતો. વીડિયો જોતા જ મિત્ર ચોંકી ગયો હતો, કારણ કે વીડિયોમાં દેખાતી બાળકી તેના જ અન્ય એક મિત્રની બહેન હતી. આ યુવકે તાત્કાલિક સગીરાના ભાઈને સમગ્ર હકીકત જણાવી હતી. ભાઈએ પોતાની બહેન પાસેથી વિગતો મેળવતા નરાધમની કરતૂત સામે આવી હતી.
આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો માંજલપુર પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. સગીરાના ભાઈની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક હરકતમાં આવી આરોપી યુવકની અટકાયત કરી હતી.