+

ACB ટ્રેપ- વડોદરા કોર્પોરેશનમાં રૂ.1.50 લાખની લાંચ લેનારો ઝડપાયા- Gujarat Post

રૂ.1.50 લાખની લાંચ ઉપરાંત પરફ્યૂમ, કાજુ-બદામ અને મીઠાઇઓના પેકેટ પણ એસીબીએ જપ્ત કર્યાં  વડોદરાઃ ACB દ્વારા લાંચિયા અધિકારીઓ-કર્મચારીઓ પર સતત સકંજો કસવામાં આવી રહ્યો છે. રોજબરોજ ક્યાંકને ક્યાંક

રૂ.1.50 લાખની લાંચ ઉપરાંત પરફ્યૂમ, કાજુ-બદામ અને મીઠાઇઓના પેકેટ પણ એસીબીએ જપ્ત કર્યાં 

વડોદરાઃ ACB દ્વારા લાંચિયા અધિકારીઓ-કર્મચારીઓ પર સતત સકંજો કસવામાં આવી રહ્યો છે. રોજબરોજ ક્યાંકને ક્યાંકથી લાંચિયા બાબુઓને એસીબી ઝડપી રહ્યું છે, દિવાળી દરમિયાન ACB આવા બાબુઓ પર નજર રાખે છે. હવે વડોદરા કોર્પોરેશનનો કર્મચારી દોઢ લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના સકંજામાં ફસાયો છે. ફરિયાદી પાસેથી દોઢ લાખની લાંચ સાથે કાજુ, બદામ, પરફ્યુમની પણ લીધા હતા.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર જીતેશ ત્રિવેદીના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા તેમજ કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની નોકરી કરતાં યોગેશ પરમારને વડોદરા એસીબીએ રૂ. 1.50 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપી પાડ્યો હતો. તેણે ગેરકાયેદસર મિલકત તોડવવા માટે લાંચ માંગી હતી. યોગેશ પરમારે કોના કહેવાથી લાંચ લીધી હતી તે અંગે પણ તપાસ ચાલી રહી છે. એસીબીની ટ્રેપને પગલે કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે, જો તમારી પાસે પણ કોઇ સરકારી બાબુ દ્વારા લાંચ માંગવામાં આવી હોય તો તમે પણ એસીબીનો સંપર્ક કરી શકો છો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter