વડોદરામાં લોકોએ પલળી ગયેલા સામાન, અનાજના રોડ પર કર્યા છે ઢગલા
તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સાફ સફાઈ કરવામાં આવેઃ સ્થાનિકોની માંગ
Latest Vadodara News: પૂરના સંકટનો સામનો કર્યાં બાદ વડોદરાવાસીઓને હવે નવી એક ચિંતા સતાવી રહી છે. પૂરના પાણી અને દુકાનો, મકાનોમાં ઘૂસી ગયા હોવાથી કરિયાણું, સામાન પલળી ગયો છે. અતિશય ગંદકી અને ગંદા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. એમ પણ પૂર પહેલા પણ વડોદરાના અનેક વિસ્તારો ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત હતા, પૂરના કારણે સમસ્યા વધુ વકરશે તેવી સ્થિતિ છે.
વડોદરાના લાખો લોકો પર કોલેરા જેવા પાણીજન્ય રોગો ફેલાવાની દહેશત ઉભી થઇ છે. ઉપરાંત મચ્છરજન્ય રોગો જેવા કે મલેરિયા, ડેંગ્યુ પણ ફેલાશે તેવી શક્યતાઓ ડોક્ટરો પણ વ્યક્ત કરી રહ્યાં છે. વડોદરામાં બારેમાસ મચ્છરોનો ત્રાસ રહે છે ત્યારે ચો તરફ પાણી ભરાયા છે એટલે મચ્છરોના ત્રાસની સાથે મચ્છરોથી ફેલાતા રોગ પણ વધશે ત્યારે રોગચાળો અટકાવવા 500 આરોગ્ય ટીમે શહેરનો આરોગ્ય સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 44 મોબાઈલ ટીમો અને 450 હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ ટીમોનો સમાવેશ થાય છે.
બીજી તરફ વડોદરાના લોકો ભાજપ સરકાર સામે જોરદાર આક્રોશમાં છે, મુખ્યમંત્રી અને મંત્રીઓની વિરુદ્ધમાં લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યાં હતા, કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526