વડોદરામાં કિશોરીના અશ્લિલ લખાણવાળાં ફોટો વાઇરલ થવાનો બનાવ...પ્રજ્ઞાચક્ષુ પિતાએ કરી લીધો આપઘાત

11:21 AM Nov 06, 2023 | gujaratpost

(પ્રતિકાત્મક તસવીર)

વડોદરામાં એક જ દિવસમાં બે લોકોનાં આપઘાત

6 મહિના પહેલા લગ્ન થયેલા યુવકને જીવન ટૂંકાવતાં ચકચાર

વડોદરાઃ યુવતિઓને પ્રેમ જાળમાં ફસાવી તેમના ફોટા પાડીને બ્લેકમેલ કરવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આવો જ કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. હવે એક કિશોરીના ફોટો વાયરલ થતાં તેના પ્રજ્ઞાચશુ પિતાએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે.

દીકરીના ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થતા પિતાને લાગી આવતા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે વારસિયા  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શહેરના વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 16 વર્ષીય કિશોરીના ફોટો નીચે અશ્લિલ લખાણ લખીને સોશિયલ મીડિયા પર આરોપીએ વાયરલ કર્યાં હતા.  જેથી, નેત્રહીન પિતાને લાગી આવતા તેમણે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પોલીસે ફોટો કોણે વાયરલ કર્યાં હતા, તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં બાજવા કરોડિયા રોડની સતાધાર સોસાયટીમાં રહેતા અને રિફાઇનરીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કરણ દિલીપભાઇ વાઘેલાના છ મહિના પહેલા લગ્ન થયા હતા. હાલમાં તેની પત્ની પિયરમાં રહે છે. તેણે અગમ્ય કારણોસર ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા તેણે લખેલી અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, આ પગલું હું જાતે ભરી રહ્યો છું. કોઇ જવાબદાર નથી. મારા મોત પછી મારા અંગોનું દાન કરજો. પરંતુ  પી.એમ.થવાને કારણે તેના અંગોનું દાન થઇ શક્યું ન હતું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post