આરતી તું બન્ને બાળકોને અને પપ્પાને તારી સાથે રાખજે...વડોદરાના એન્જિનિયરની આ સ્યૂસાઇડ નોટ વાંચીને તમે રડી પડશો..

11:22 AM Dec 21, 2023 | gujaratpost

વડોદરામાં ઓનલાઈન લોનના ચક્કરમાં ફસાયેલા સિવિલ એન્જિનિયરે કર્યો આપઘાત

વડોદરાઃ સરળતાથી લોન આપીને પછી બ્લેક મેઇલ કરીને લોન અને વ્યાજ ઉપરાંત અનેકગણી રૂપિયાની ઉઘરાણી કરતી ઓનલાઇન લોન એપ્લિકેશનનો કાળો કારોબાર તેજીથી ફેલાઇ રહ્યો છે, જેમા અનેક લોકોનો ભોગ લેવાઇ રહ્યો છે. આવી જ ઘટના વડોદરામાં બની છે.

શહેરના ગોરવા વિસ્તારમાં 31 વર્ષના સિવિલ એન્જિનિયરે ઘરમાં જ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જેના કારણે તેની પત્ની, બે નાના બાળકો નિરાધાર થઇ ગયા છે. યુવકના પિતા આઘાતમાં સરી પડયા છે. યુવકો થોડા સમય પહેલા ઓનલાઇન લોન લીધી હતી અને તે ભરી દેવા બાદ પણ ફરીથી પૈસા ભરવા માટે તેને ધમકીઓ મળતી હતી, જેનાથી ત્રાસીને આખરે યુવકે અંતિમ પગલુ ભર્યુ હતું. યુવકે મરતા પહેલા બે ચિઠ્ઠીઓ પણ લખી છે તેને આધારે હવે પોલીસે તપાસ હાથ ધરી છે.

હેલી ચિઠ્ઠીમાં મયુરે લખ્યુ છે કે 'છેલ્લા કેટલાક દિવસથી મને એવા કોલ આવી રહ્યાં છે કે તમે લોન પેમેન્ટ કરો અને ધમકી આપે છે કે અમે તમારા ગંદા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઇશું. મે પહેલા અમુક એપ્લિકેશન ઉપરથી લોન લીધી હતી પણ તે ચુકતે કરી હતી. અગાઉ લોન લીધી હતી તે ડોક્યૂમેન્ટનો તેઓ યુઝ કરી રહ્યાં છે. મારા ઘરના કોઇ સભ્યોનો હાથ નથી. હું જાતે જ આ પગલું ભરું છું. આરતી તું બન્ને બાળકોને અને પપ્પાને તારી સાથે રાખજે. મને પણ દુઃખ થાય છે પણ મારી પાસે
આત્મહત્યા સિવાય બીજો કોઇ રસ્તો નથી. હું આ લોકોની ડિમાન્ડ પુરી કરીશ તો પણ આ લોકો ભવિષ્યમાં મને પાછો હેરાન કરશે. તમને કોઇ અજાણ્યા નંબર પરથી ફોન આવે તો તમારે વાત કરવી નહી. મને માફ કરશો.

જ્યારે બીજી ચિઠ્ઠીમાં મયુરે લખ્યુ છે કે 'મારા પર વધારે દેવું થઇ જવાથી મે આત્મહત્યા કરવાનું મન બનાવ્યું છે. મારાથી જીવનમાં બહુ ભુલ થઇ છે. મારા ઊંચા શોખને કારણે મારા ઉપર વધારે દેવું થઇ ગયુ છે.જેથી હું આ પગલુ ભરી રહ્યો છું. આરતી તું મકાન અને ગાડી વેચીને ગુજરાન ચલાવજે. પપ્પાને તારી સાથે રાખજે. છોકરાઓને મારતા નહીં. ખુશ રાખજો. લોનવાળાઓ મને ધમકી આપી રહ્યાં છે જે મારાથી હવે સહન નથી થતું એટલે આ પગલુ ભરી રહ્યો છું. હાલમાં આ કેસમાં પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post