+

વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં મોટી દુર્ઘટના: સ્ટ્રક્ચર ધરાશાયી થતા એકનું મોત

દુર્ઘટનાથી મુસાફરોમાં ભારે ફફડાટ વડોદરાઃ શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા સેન્ટ્રલ બસ સ્ટેશન પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બસ સ્ટેન્ડના ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતાં સમગ્ર પરિષરમાં અફરાતફરી

દુર્ઘટનાથી મુસાફરોમાં ભારે ફફડાટ

વડોદરાઃ શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા સેન્ટ્રલ બસ સ્ટેશન પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બસ સ્ટેન્ડના ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતાં સમગ્ર પરિષરમાં અફરાતફરી મચી ગઈ હતી.  

આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ છે.

સુરક્ષાના કારણોસર મુસાફરો પાસે બસ સ્ટેશન ખાલી કરાવવામાં આવ્યું છે. આ અકસ્માતને કારણે શહેરનો મુખ્ય બસ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે. દુર્ઘટનાને પગલે બસ સ્ટેશન તરફ જતો મુખ્ય માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. મુસાફરોની સુવિધા માટે બસોને બસ સ્ટેશનની અંદર લાવવાને બદલે બહારથી જ અન્ય રૂટ પર વાળવામાં આવી રહી છે.

ચાનક બનેલી આ ઘટનાને કારણે મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

facebook twitter