અમદાવાદઃ ફરીયાદીના ભાઇ તથા અન્ય પાંચ લોકોના વિરૂધ્ધમાં સોલા હાઇકોર્ટ પો.સ્ટેશન ખાતે નાણાંકીય છેતરપિંડી અંગેનો ગુનો રજીસ્ટર થયેલ હતો અને જે ગુનાના કામે તા.17-12-2025 ના રોજ ફરીયાદીના ભાઇની ધરપકડ થઇ હતી અને નામદાર કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવેલ હતા અને તેના રીમાન્ડ પૂરા થતા સાબરમતી જેલ ખાતે મોકલી આપેલ હતો.
ફરીયાદી તથા તેમના ગામના બ્રિજેશભાઇ શ્રીમાળી બંન્ને સોલા પો.સ્ટેશન ખાતે ગયેલા અને પોલીસકર્મી લક્ષ્મણભાઇ ગાગજીભાઇ મોરીને મળતા તેઓએ ફરીયાદીના ભાઇને આ ગુનામાં વધુ હેરાનગતિ નહીં થાય તથા ચાર્જશીટ વહેલા કરવા તથા બીજો ગુનો દાખલ નહીં અને વહેલા જામીન અપાવવા પેટે આરોપી લક્ષ્મણભાઇ ગાગજીભાઇ મોરી, પોલીસ કોન્સ્ટેબલ (વર્ગ-3) સોલા હાઇકોર્ટે ફરીયાદી પાસે રૂ. 1,20,000 ની માંગણી કરી હતી.
રકઝકને અંતે રૂ. 70,000 નક્કી થયા હતા. જેમાંથી રૂ. 20,000 આરોપી લક્ષ્મણભાઇ વતી આરોપી બ્રિજેશકુમાર મનસુખભાઇ શ્રીમાળી, (પ્રજાજન) એ ફરીયાદીના ભાઇ પાસેથી ફોન પે થી ઓનલાઇન મેળવેલા અને બાકીના રૂ.50,000 પછી આપવાનો વાયદો કરેલો હતો, આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એ. સી. બી. નો સંપર્ક કરીને ફરિયાદ આપતાં લાંચના છટકાનું આયોજન કરવામા આવ્યું હતું.
આરોપી બ્રિજેશકુમારે આરોપી લક્ષ્મણભાઇ વતી પંચની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂ. 50,000 સ્વીકારતા રંગેહાથે પકડાઈ ગયા હતા. આરોપી બ્રિજેશકુમાર ઉપ સરપંચ ટી સ્ટોલ, સરખેજ સર્કલ નજીક, સરખેજથી સાણંદ જવાના રોડ ઉપર પકડાઇ ગયા હતા. આરોપી લક્ષ્મણભાઇ સ્થળ ઉપર મળી આવેલ નથી.
ટ્રેપીંગ અધિકારી : ડી.બી.મહેતા, પોલીસ ઇન્સ્પેકટર, ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ), એ.સી.બી. અમદાવાદ તથા એ.સી.બી.
સ્ટાફ સુપરવિઝન અધિકારી : એ.વી.પટેલ, મદદનિશ નિયામક , ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ), એ.સી.બી. અમદાવાદ.