Budget 2024: સોનુ-ચાંદી થશે સસ્તા, જાણો બજેટમાં શું થયું મોંઘું-શું થયું સસ્તું ?

02:50 PM Jul 23, 2024 | gujaratpost

Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનું 7મું બજેટ રજૂ કર્યું. નાણામંત્રીએ આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. પરંતુ આ વખતે શું સસ્તું થયું અને શું મોંઘું થયું તેના પર મોટા ભાગની નજર કેન્દ્રિત હતી. આ વખતે મોટી જાહેરાતો કરતી વખતે નાણામંત્રીએ મોબાઈલ ફોન સસ્તા કરવાની જાહેરાત કરી છે. કેન્સરની દવાઓ પણ સસ્તી કરવામાં આવી. લિથિયમ આયન બેટરીને સસ્તી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેનો અર્થ છે કે ઈલેક્ટ્રિક વાહનો પણ સસ્તા થઈ શકે છે. ઉપરાંત આયાતી જ્વેલરી સસ્તી કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

જાણો શું થયું સસ્તું અને મોંઘું

કેન્સરની સારવાર માટે વધુ ત્રણ દવાઓ પર કસ્ટમ ડિસ્કાઉન્ટ

મોબાઈલ ફોન, સંબંધિત પાર્ટસ, ચાર્જર પર કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો

એક્સરે ટ્યુબ પર ડિસ્કાઉન્ટ

મોબાઈલ ફોન અને ચાર્જર પર ડ્યુટી 15% ઘટાડાઈ

25 મહત્વપૂર્ણ ખનીજો પરની ડ્યૂટી નાબૂદ કરવામાં આવી છે

ફિશ ફીડ પર ડ્યૂટી ઘટાડી

દેશમાં બનેલું લેધર, કાપડ અને શૂઝ સસ્તા થશે

સોના અને ચાંદી પર 6% ઓછી ડ્યૂટી

પ્લેટિનમ પર 6.4% ડ્યૂટી ઘટાડી

પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર આયાત ડ્યૂટી વધારી છે

પેટ્રોકેમિકલ - એમોનિયમ નાઈટ્રેટ પર કસ્ટમ ડ્યૂટી વધી

પીવીસી - આયાત ઘટાડવા માટે 10 થી 25 ટકા વધારો

હવાઈ મુસાફરી મોંઘી થઈ

સિગારેટ પણ મોંઘી થઈ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526