- પુરાવાના અભાવે 4 પોલીસકર્મીઓ સહિત 37 આરોપીઓ નિર્દોષ જાહેર
- 5000નો દંડ પણ ફટકારવામાં આવ્યો
વેરાવળઃ સમગ્ર દેશમાં હાહાકાર મચાવનારા 2016ના ઉના દલિત અત્યાચાર કાંડમાં આજે વેરાવળ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. લાંબી કાયદાકીય લડત બાદ કોર્ટે આ કેસના કુલ 42 આરોપીઓ પૈકી 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે પુરાવાના અભાવે 4 પોલીસકર્મીઓ સહિત 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરી મુક્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, સુનાવણી દરમિયાન બે આરોપીઓના મૃત્યુ નીપજ્યા હતા. મેવાણીએ જણાવ્યું કે 37 આરોપીઓ છૂટી જવાથી પીડિત પરિવારો હાલ ભારે ભયમાં છે. તેમને આડકતરી ધમકીઓ મળી રહી છે અને તેમનું ઉનામાં રહેવું મુશ્કેલ બન્યું છે.
વેરાવળ સેશન્સ કોર્ટના જજ પંડ્યાએ પાંચેય દોષિતોને એટ્રોસિટી એક્ટ અને IPCની વિવિધ કલમો હેઠળ સજા ફટકારી હતી. એટ્રોસિટી એક્ટ હેઠળ 5 વર્ષની કેદ તથા IPC હેઠળ 2 થી 3 વર્ષની સજા અને રૂ. 5000નો દંડ કરવામાં આવ્યો હતો. રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા તથા બળવંત ગૌસ્વામીને સજા ફટકારવામાં આવી હતી.
સજા બાદ જિગ્નેશ મેવાણીએ, પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ ચુકાદા અને પીડિતોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, મેવાણીએ જણાવ્યું કે 37 આરોપીઓ છૂટી જવાથી પીડિત પરિવારો હાલ ભારે ભયમાં છે. તેમને આડકતરી ધમકીઓ મળી રહી છે અને તેમનું ઉનામાં રહેવું મુશ્કેલ બન્યું છે. દોષિતોએ અગાઉ જામીન પર બહાર આવ્યા બાદ 2018 અને 2023માં પણ પીડિત પરિવાર પર હુમલા કર્યા હતા. દસ દિવસ પહેલા જ એક આરોપીએ પોલીસકર્મી પર પણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત પીડિત પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આપેલા વચનો પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
१० साल के बाद भी ऊना पीड़ितों को न्याय नहीं!@PTI_News @ANI @TOIIndiaNews @IndianExpress @the_hindu @gujratsamachar #una pic.twitter.com/29b2uPL9A0
— Jignesh Mevani (@jigneshmevani80) March 17, 2026
11 જુલાઈ, 2016ના રોજ ઉનાના મોટા સમઢિયાળા ગામમાં મરેલી ગાયનું ચામડું ઉતારતા દલિત સમાજના સાત સભ્યો પર ગાયો કેમ કાપો છો તેમ કહીને અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. પીડિતોને ગાડી સાથે બાંધી લાકડીઓ અને પાઇપો વડે જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાના વીડિયો વાયરલ થતા સમગ્ર દેશમાં દલિત સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ગુજરાતમાં હુલ્લડના 74 બનાવો બન્યા હતા, જેમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું અને કરોડોની જાહેર મિલકતને નુકસાન થયું હતું.