ટ્રમ્પે પીએમ મોદીને લગાવ્યાં ગળે, ખુરશી પાછી ખેંચીને તેમને બેસાડ્યાં, કહ્યું- મને મોદીની ખૂબ યાદ આવે છે

11:02 AM Feb 14, 2025 | gujaratpost

વોંશિગ્ટનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકા પ્રવાસ પૂર્ણ થઈ ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યાં બાદ ટેરિફ વોર વચ્ચે પીએમ મોદીની આ મુલાકાત ઘણી મહત્વની હતી. પીએમ મોદીએ 36 કલાકની અંદર છ દ્વિપક્ષીય બેઠકો કરી. આ સમયગાળા દરમિયાન ઘણા મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યાં, આ સિવાય ભારતીય વડાપ્રધાને એલોન મસ્કના બાળક સાથે પણ મસ્તી કરી હતી.પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રતા પણ જોવા મળી હતી. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેમની પીએમ મોદી સાથે મિત્રતા થઈ હતી.

પીએમ મોદીની મુલાકાતના છેલ્લા દિવસે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાત્રિ ભોજનનું આયોજન કર્યું હતું. અગાઉના દિવસે જ્યારે બંને નેતાઓ પ્રથમ વખત મળ્યાં હતા, ત્યારે ટ્રમ્પે પીએમ મોદીને ગળે લગાવ્યાં હતા. તેમને કહ્યું કે તે પીએમ મોદીને ખૂબ યાદ કરે છે. આ સિવાય ટ્રમ્પે પીએમ મોદીને ડિનરમાં સામેલ તમામ મહેમાનોનો પરિચય કરાવ્યો અને તેમની ખુરશી પણ તેમના બેસવા માટે પાછી ખસેડી હતી.

પીએમ મોદીએ MAGAનો ઉલ્લેખ કર્યો

ટ્રમ્પ સાથે મુલાકાત બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. તેમણે લખ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઘણીવાર MAGA વિશે વાત કરે છે. ભારતમાં અમે વિકસિત ભારત તરફ કામ કરી રહ્યાં છીએ, જેનો અમેરિકન સંદર્ભમાં અર્થ થાય છે MIGA. ભારત-યુએસએ સાથે મળીને સમૃદ્ધિ માટે મેગા ભાગીદારી બનાવી છે

ભારતને F-35 ફાઈટર એરક્રાફ્ટ મળશે

PM મોદી સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ભારતને તેનું સૌથી ખતરનાક અને લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ ફાઈટર જેટ F-35 આપશે. ભારત સાથેના સંરક્ષણ સહયોગ અંગે ટ્રમ્પે કહ્યું કે ટૂંક સમયમાં જ ભારતને F-35 ફાઈટર જેટ આપવામાં આવશે.

બંને દેશો વચ્ચેની આ ઐતિહાસિક બેઠકના કેન્દ્રમાં આર્થિક સહયોગ રહ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2030 સુધીમાં ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપારને બમણો કરીને $500 બિલિયન કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક પર સંમત થયા હતા. હાલમાં અમેરિકા ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે, જેનો 2024માં 129.2 બિલિયન ડોલરનો વેપાર થશે.

બંને દેશો વચ્ચેની આ ભાગીદારીના મહત્વ વિશે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, અમે ઉર્જા પર એક મહત્વપૂર્ણ કરાર પર પહોંચ્યાં છીએ. જે અમેરિકાને ભારતને તેલ અને ગેસના મુખ્ય સપ્લાયર તરીકે પુનઃસ્થાપિત કરશે. અમેરિકાનું લક્ષ્ય ભારતનું ટોચનું સપ્લાયર બનવાનું છે. આમ બંને દેશો માટે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++