ફરીથી ફાયરિંગથી ધણધણી ઉઠ્યું અમેરિકા, નાઇટ ક્લબ અને એક વાહનમાં થયેલા ફાયરિંગમાં 7 લોકોનાં મોત

11:18 AM Jul 15, 2024 | gujaratpost

અમેરિકામાં નથી અટકી રહી ફાયરિંગની ઘટનાઓ

વારંવાર થઇ રહ્યું છે ફાયરિંગ, અનેક લોકોના જીવ ગયા

વોશિંગ્ટનઃ એક રેલી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા જીવલેણ હુમલાના પડઘા હજુ શાંત થયા નથી, ત્યાં અમેરિકામાંથી વધુ એક ગોળીબારનો મામલો સામે આવ્યો છે. અલબામાની બર્મિંગહામમાં નાઈટક્લબમાં ગોળીબાર થયો છે, જેમાં 4 લોકો માર્યાં ગયા છે અને 9 લોકો ઘાયલ થયા છે. અન્ય બીજા ફાયરિંગ કેસમાં એક બાળક સહિત વધુ 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

અલબામાની બર્મિંગહામ પોલીસ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે ગોળીબાર 27મી સ્ટ્રીટ નોર્થના 3400 બ્લોકમાં નાઈટ ક્લબની બહાર થયો હતો. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ ત્યાં સુધીમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યાં હતા. પોલીસને નાઈટક્લબ પાસે ફૂટપાથ પર ક્લબની અંદર એક પુરુષ અને બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે આ ઘટનામાં 9 લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તપાસકર્તા અધિકારીઓનું માનવું છે કે એક શંકાસ્પદ વ્યક્તિએ નાઈટક્લબમાં ગોળી ચલાવી હતી. ફેડરલ કાયદા અમલીકરણ અધિકારીઓ બર્મિંગહામ પોલીસને તપાસમાં મદદ કરી રહ્યાં છે.

આ પહેલા શનિવારે બર્મિંગહામમાં એક ઘરની બહાર ફાયરિંગની ઘટના બની હતી. એક વાહન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે વાહનમાં મુસાફરી કરી રહેલા 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં એક પુરુષ, મહિલા અને એક નાનો છોકરો સામેલ છે, જેની ઉંમર લગભગ 5 વર્ષ હતી. પોલીસ ઘરની બહાર લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે કેસની તપાસ કરી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526