હુમલાખોર ઠાર કરાયો
બે પુરુષ ઈજાગ્રસ્ત હોવાથી તેમને હોસ્પિટલ ખસેડાયા
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકામાં વધુ એક વખત ફાયરિંગની ઘટના બની છે. કેન્ટુકી સ્ટેટના એક ચર્ચમાં અંધાધૂંધ ગોળીબાર કરાયાની ઘટના સામે આવી છે. એક બંદૂકધારી હુમલાખોરે અંધાધૂંધ ગોળીઓ ચલાવી હતી જેમાં બે મહિલાઓના મોત નીપજ્યાં હતા. પોલીસે હુમલાખોરને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો. અધિકારીઓએ કહ્યું કે લક્સિંગટનના રિચમંડ રોડ બાપટિસ્ટ ચર્ચમાં બે મહિલાઓના મોત થયા છે.અન્ય બે પુરુષો પણ ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી એકની હાલત ગંભીર છે.
પોલીસે આપેલી માહિતી અનુસાર હુમલાખોરે એરપોર્ટની નજીક એક સૈનિકને ગોળી મારી તેને ઈજાગ્રસ્ત કરી દીધો હતો અને પછી તેનું વાહન લઇને ચર્ચની તરફ ભાગ્યો હતો. પોલીસે તેનો પીછો કર્યો અને ચર્ચમાં તેને ગોળી ધરબી દીધી હતી. લક્સિંગટન પોલીસ વિભાગે કહ્યું કે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવું લાગે છે કે શંકાસ્પદ હુમલાખોર ચર્ચમાં અમુક લોકોને જાણતો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++