વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામનો શ્રેય લેવા માટે પ્રયત્નશીલ છે. પહેલાં તેમણે ગઈકાલે સાંજે 5 વાગ્યેને 37 મિનિટે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામનો દાવો કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી અને ભારતના વિદેશ સચિવે આ અંગે સત્તાવાર જાહેરાત કરી. જો કે ભારતે સ્પષ્ટ કર્યું કે આ કરાર બંને દેશો વચ્ચે થયો છે, તેમાં કોઈ ત્રીજા પક્ષની દખલગીરી નથી.
જે બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું, મને ભારત અને પાકિસ્તાનના મજબૂત અને અડગ નેતૃત્વ પર ગર્વ છે. તેમની પાસે વર્તમાન સંઘર્ષને રોકવાનો સમય આવી ગયો હોવાની જાણવા અને સમજવાની શક્તિ છે. બંને દેશો વચ્ચે યુદ્ધ ઘણા લોકોના મોત અને વિનાશનું કારણ બની શકે તેમ હતું. લાખો નિર્દોષ લોકોના મોત થઈ શક્યા હોત. મને ગર્વ છે કે અમેરિકાએ તમને આ ઐતિહાસિક અને વીરતાપૂર્ણ નિર્ણય પર પહોંચવામાં મદદ કરી. હું કાશ્મીરના મુદ્દાનો કોઈ ઉકેલ લાવી શકાય તે માટે કામ કરીશ. ભગવાન ભારત અને પાકિસ્તાનના નેતૃત્વને સારી રીતે કરેલા કામ માટે આશીર્વાદ આપે !
ટ્રમ્પે ગઈકાલે સોશિયલ મીડિયા પોસ્ટમાં યુદ્ધવિરામ વિશે પહેલી માહિતી આપી હતી. તેમણે કહ્યું, 'ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. આપહેલા યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કહ્યું હતું કે છેલ્લા 48 કલાકમાં તેમણે પીએમ નરેન્દ્ર મોદી અને શાહબાઝ શરીફ, એસ જયશંકર, પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીર અને બંને દેશોના NSA સાથે વાત કરી. આ પછી, બંને દેશો યુદ્ધવિરામ પર સંમત થયા અને તટસ્થ સ્થળે વ્યાપક વાટાઘાટો શરૂ કરી હતી. પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે તાત્કાલિક યુદ્ધવિરામની પુષ્ટિ કરી હતી.
