નવી દિલ્હીઃ જમ્મુ- કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના અન્ય વિસ્તારોમાં રાત્રે મોટાભાગે શાંતિ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સિઝ ફાયર થયાના બે દિવસથી પણ ઓછા સમયમાં આ કહેવામાં આવ્યું છે. ગયા મહિને જમ્મુ- કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી ભારે તણાવ બાદ શનિવારે સાંજે બંને દેશો યુદ્ધવિરામ કરાર પર સંમત થયા હતા રવિવારે રાત્રે જમ્મુ-કાશ્મીર અને સરહદને અડીને આવેલા અન્ય વિસ્તારોમાં શાંતિ હતી. કોઈ ઘટના નોંધાઈ નથી અને તાજેતરના દિવસોમાં આ પહેલી શાંતિપૂર્ણ રાત હતી.
પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ બાદ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાના ત્રણેય પ્રમુખો, રક્ષાપ્રધાન રાજનાથ સિંહ, એનએસએ અજીત ડોભાલ, વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે લગભગ બે કલાક સુધી બેઠક કરી હતી. દરમિયાન મોદીએ ત્રણેય સેના પ્રમુખો અને સુરક્ષા દળોને પાકિસ્તાનમાંથી ગોળી છૂટે તો અહીંથી ગોળા છોડવાનો આદેશ આપ્યો હતો. ભારત હવે રક્ષણાત્મક નહીં પરંતુ આક્રમક નીતિ અપનાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રતિ જેડી વેંસને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો પાકિસ્તાન કંઇ કરશે તો તેના જવાબમાં વિનાશકારી પગલાં લેવામાં આવશે. ભારતે સ્પષ્ટતા કરી છે કે તેઓ આતંકીઓને સોંપવા ઉપરાંત અન્ય કોઈ મુદ્દા પર વાત નહીં કરે. તેમજ પીઓકે પરત કરવું પડશે. બીજા કોઈ મુદ્દા પર અમારે વાત કરવી નથી. કોઈ મધ્યસ્થતા કરે તેમ અમે નથી ઈચ્છતા. અમારે કોઈની મધ્યસ્થતાની જરૂર નથી
The night remained largely peaceful in Jammu and Kashmir and other areas along the international border. No incident has been reported, marking the first calm night in recent days: Indian Army
— ANI (@ANI) May 12, 2025
ભારત અને પાકિસ્તાન શનિવારે સાંજે 5 વાગ્યાથી તાત્કાલિક અસરથી જમીન, હવા અને સમુદ્ર પર તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા. જોકે, થોડા કલાકો પછી, શ્રીનગર અને ગુજરાતના કેટલાક ભાગો સહિત જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ સ્થળોએ ડ્રોન જોવા મળ્યાં અને તેમને અટકાવવામાં આવ્યા. મોડી રાત્રે પ્રેસ બ્રીફિંગમાં ભારતે કહ્યું કે પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે અને તેના સશસ્ત્ર દળો યોગ્ય જવાબ આપી રહ્યાં છે.
22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ ઘાતક હુમલામાં સરહદ પારના સંબંધો મળ્યા બાદ ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને 7 મેના રોજ પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/