US Elections 2024: આગામી સપ્તાહે પીએમ મોદી સાથે મુલાકાત કરશે ડોનાલ્ડ ટ્રમ્પ, ચૂંટણી પ્રચારમાં થઈ જાહેરાત- Gujarat Post

11:37 AM Sep 18, 2024 | gujaratpost

US Elections 2024: અમેરિકામાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે આ બધાની વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત થઈ શકે છે. ટ્રમ્પે પોતે આ જાહેરાત કરી છે. આ બેઠક આવતા અઠવાડિયે યોજાઈ શકે છે. અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પે કહ્યું કે તેઓ આવતા અઠવાડિયે વડાપ્રધાન મોદીને મળશે. તેમણે આ માહિતી મિશિગનના ફ્લિન્ટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આપી હતી. આ દરમિયાન તેઓ ભારત સાથે અમેરિકાના વેપાર વિશે વાત કરી રહ્યાં હતા. બંને નેતાઓ ક્યાં મળશે તે અંગે હાલમાં તેમણે કોઈ માહિતી સામે આવી નથી.

ટ્રમ્પે પોતાના કાર્યકાળ દરમિયાન પીએમ મોદી સાથે બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવ્યાં હતા. બંને વચ્ચે અંગત સંબંધો પણ ખૂબ જ મજબૂત છે. હ્યુસ્ટનમાં હાઉડી મોદી અને ભારતમાં નમસ્તે ટ્રમ્પ તેના ઉદાહરણો છે. બંને દેશોએ સંરક્ષણ અને વ્યૂહાત્મક સહયોગ વધાર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિલ્મિંગ્ટન, ડેલવેરમાં ચોથી ક્વાડ સમિટમાં ભાગ લેશે. આ કોન્ફરન્સ 21 સપ્ટેમ્બરે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન આયોજિત કરશે. વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે ક્વાડ સમિટમાં વિશ્વના નેતાઓ છેલ્લા એક વર્ષમાં ક્વાડ દ્વારા હાંસલ કરેલી પ્રગતિની સમીક્ષા કરશે. આ સાથે, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશોને તેમના વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે એક એજન્ડા બનાવવામાં આવશે.

Trending :

ન્યુયોર્કમાં 22 સપ્ટેમ્બરે પીએમ મોદી ભારતીય સમૂદાયને સંબોધિત કરશે અને યુએસ સ્થિત મોટી કંપનીઓના સીઈઓને પણ મળશે. PM મોદી 23 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીમાં 'સમિટ ઑફ ફ્યુચર'ને સંબોધિત કરશે. આ કોન્ફરન્સની થીમ સારી આવતીકાલ માટે બહુપક્ષીય ઉકેલો છે. આ કોન્ફરન્સમાં મોટી સંખ્યામાં વિશ્વ કક્ષાના નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે. આ કોન્ફરન્સ સિવાય પીએમ મોદી ઘણા ટોચના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકમાં પણ ભાગ લેશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526