ઉત્તર પ્રદેશઃ સંભલ શહેરની શાહી જામા મસ્જિદમાં હરિહર મંદિર આવેલું હોવાનો દાવો રજૂ કરાયા બાદ બીજા તબક્કાના સર્વેની શરૂઆત કરવામાં આવી છે. આ વાતની જાણ થતાં જ ટોળાં મસ્જિદ તરફ આવવા લાગ્યાં હતા, જ્યારે ભીડને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે પહેલા ધક્કામુક્કી થઈ અને બાદમાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો.
પોલીસે હવામાં ગોળીબાર કરીને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો અને સામેથી પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ, આ વિસ્તારમાં સ્થિતિ અત્યંત તંગ છે. જામા મસ્જિદ અને હરિહર મંદિરના કેસ બાદ શહેરમાં શાંતિ અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. આ જ કેસમાં મંગળવારે એડવોકેટ કમિશનર રમેશ રાઘવ અને વાદીના એડવોકેટ વિષ્ણુ શંકર જૈન અને પ્રતિવાદી પક્ષના ઘણા લોકો હાજર હતા.
શુક્રવારની નમાજ દરમિયાન મુરાદાબાદ અને બરેલી ડિવિઝનના લગભગ 8 જિલ્લાના પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યાં હતા. ત્યારે સુરક્ષાના કારણોસર જામા મસ્જિદ તરફ જતા તમામ રસ્તાઓ પર પીએસીના જવાનોને વાંસના થાંભલાઓથી બેરિકેડ કરીને તૈનાત કરવામાં આવ્યાં હતા, જેથી લોકોની ભીડ તે દિશામાં ન જઈ શકે.
અચાનક રવિવારે સવારે એડવોકેટ કમિશનર રમેશ રાઘવ તેમની ટીમ સાથે જામા મસ્જિદ પહોંચ્યાં હતા. એસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ દળો અને અન્ય અધિકારીઓ સાથે હાજર હતા. આ સમયગાળા દરમિયાન ભારે PAC અને RRF જવાનોને બેરિકેડ્સ પર તૈનાત કરવામાં આવ્યા હતા. જે તે દિશામાં જતા તમામ લોકોને રોકી રહ્યા હતા અને અચાનક પોલીસ પર પથ્થરમારે કરવામાં આવ્યો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++