43 કરોડ 55 લાખ રૂપિયા રોકો અને અમેરિકાનું ગોલ્ડ કાર્ડ મેળવોઃ ટ્રમ્પની નવી ઓફર

02:23 PM Feb 27, 2025 | gujaratpost

વોશિંગ્ટનઃ જો તમે સમૃદ્ધ છો અને અમેરિકામાં સ્થાયી થવા માંગો છો તો ડોનાલ્ડ ટ્રમ્પ તમારા માટે એક પ્રસ્તાવ લઈને આવ્યા છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ વિશ્વભરના સમૃદ્ધ લોકોને 'ગોલ્ડ કાર્ડ્સ' વેચશે. આ દ્વારા ટ્રમ્પ તેમને અમેરિકામાં સ્થાયી કરવાની તૈયારી કરી રહ્યાં છે. ગોલ્ડ કાર્ડ માટે 5 મિલિયન ડોલર એટલે કે 50 લાખ ડોલર (આશરે 43 કરોડ 55 લાખ રૂપિયા) ચૂકવવા પડશે. ગોલ્ડ કાર્ડ એ યુ. એસમાં લોકો માટે પહેલેથી જ ઉપલબ્ધ ગ્રીન કાર્ડનું પ્રીમિયમ વર્ઝન હોવાનું કહેવાય છે. તે ગ્રીન કાર્ડ જેવું હશે, પરંતુ કેટલીક અન્ય સુવિધાઓ પણ હશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમે ટૂંક સમયમાં ગોલ્ડ કાર્ડ વેચવા જઈ રહ્યાં છીએ. તે ગ્રીન કાર્ડ જેવું હશે. ગોલ્ડ કાર્ડ માટે 5 મિલિયન ડોલર લેવામાં આવશે. ટ્રમ્પે કહ્યું, અમે આગામી 2 અઠવાડિયામાં આ યોજના શરૂ કરવા માટે તૈયાર છીએ. ગોલ્ડ કાર્ડ યોજના માટે સંસદની મંજૂરીની જરૂર નથી. તે લગભગ 10 લાખ ગોલ્ડ કાર્ડ વેચવાની યોજના ધરાવે છે. આ ગોલ્ડ કાર્ડની કિંમત 50 લાખ ડોલર છે, જે ભારતીય રૂપિયામાં 43 કરોડથી વધુ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે અમીર લોકો આ કાર્ડ ખરીદીને આપણા દેશમાં આવશે. તેઓ સમૃદ્ધ અને સફળ થશે. ઉપરાંત, તમે ઘણા પૈસા ખર્ચ કરશો અને કર ચૂકવશો. તેનાથી ઘણા લોકોને રોજગારી પણ મળશે. અમને લાગે છે કે તે ખૂબ જ સફળ થશે.
 
ટ્રમ્પ વહીવટીતંત્રની નવી 'ગોલ્ડ કાર્ડ' યોજના હાલના ઇબી-5 વિઝા કાર્યક્રમનું સ્થાન લઈ શકે છે. તે બિન-નિવાસી રોકાણકારોને U.S. વ્યવસાયોમાં રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવવાની મંજૂરી આપે છે. તેને 1990માં કોંગ્રેસ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++