પશ્ચિમી કોંગોમાં મોટી બોટ દુર્ઘટનામાં 80 થી વધુ લોકોનાં મોત થઇ ગયા, હજુ અનેકની શોધખોળ

10:56 AM Jun 13, 2024 | gujaratpost

કોંગોઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના માઇ-નડોમ્બે પ્રાંતમાં ક્વા નદીમાં બોટ દુર્ઘટનામાં 80 થી વધુ લોકોનાં મોત થયા છે. આ બોટ દુર્ઘટના બાદ દેશના રાષ્ટ્રપતિએ તપાસના આદેશ આપ્યાં છે. રાષ્ટ્રપતિ ફેલિક્સ ત્શિસેકેદીએ જણાવ્યું કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના માઇ-નડોમ્બે પ્રાંતમાં ક્વા નદી પર બોટ દુર્ઘટનામાં 80 થી વધુ લોકોનાં મોત થયા છે. આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના ફરી ન બને. તેથી આ દુ:ખદ અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.

આ અકસ્માતમાં બે બોટનો સમાવેશ થાય છે, જેમાંથી એક રાજધાની કિંશાસા તરફ જઈ રહી હતી તે દરમિયાન તેનું એન્જિન બંધ થઇ ગયું હતું. કોંગો રિવર ઓથોરિટીના અધિકારી રેઈન મેકરે જણાવ્યું હતું કે તે અન્ય બોટ સાથે અથડાઈ હતી જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. નોંધનીય છે કે કોંગોના પાણીમાં જીવલેણ બોટ અકસ્માતો સામાન્ય છે, જહાજો ઘણીવાર ઓવરલોડ થાય છે અને ડૂબી જાય છે.

બોટ દુર્ઘટના બાદ બચાવ કામગીરી હાથ ધરી હતી

અધિકારીઓને આ આપત્તિથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના સાચા કારણોને સ્પષ્ટ કરવા અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ફરી ન બને તે માટે અકસ્માતની તપાસ થવી જોઈએ. માઇ-નડોમ્બે પ્રાંતના ગવર્નર રીટા બોલા દુલાએ રોઇટર્સને જણાવ્યું કે આ દુર્ઘટના રાત્રે નૌકાવિહારને કારણે બની હતી. બોટ દુર્ઘટના બાદ બચાવ કામગીરી હાથ ધરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526