ખેડાઃ કણીજ ગામમાં બુધવારે સાંજે બનેલી એક દુ:ખદ ઘટનામાં એક જ પરિવારના 6 સભ્યોના નદીમાં ડૂબી જવાથી મોત થયા છે. પોલીસના જણાવ્યાં અનુસાર જીવ ગુમાવનારાઓમાં 4 છોકરીઓ અને 2 છોકરાઓનો સમાવેશ થાય છે. મૃતકોની ઉંમર 14 થી 21 વર્ષની વચ્ચે હતી. તે બધા ભાઈઓ અને બહેનો પિતરાઈ હતા.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ બધાને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યાં હતા.
એક જ પરિવારના છ સભ્યો મેશ્વો નદીમાં ન્હાવા ગયા હતા. આ ઘટના બુધવારે સાંજે બની હતી. બધા 6 લોકો પાણીમાં ડૂબી ગયા હતા. તેમાં 4 છોકરીઓ અને બે છોકરાઓ હતા. બધાના મૃતદેહો મળી આવ્યાં છે. ઘટના બાદ પરિવારો આઘાતમાં છે.
પોલીસના જણાવ્યાં અનુસાર મૃતકોમાંથી બે કણીજ ગામના રહેવાસી હતા. અન્ય ચાર તેમના સંબંધીઓ હતા જે અમદાવાદથી મળવા આવ્યાં હતા. ઘટનાની માહિતી મળતા જ મહેમદાબાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી, પરંતુ બધાને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યાં હતા.
મૃતકોમાં જીનલ, દિવ્યા સોલંકી, ફાલ્ગુની, ધ્રુવ, ભૂમિકા, મયુરનો સમાવેશ થાય છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++