+

હૈદરાબાદમાં ચાર મીનાર નજીકની ઇમારતમાં ભીષણ આગ, 17 લોકોનાં મોત

હૈદરાબાદઃ ઐતિહાસિક ચાર મીનાર નજીક ગુલઝાર હાઉસની એક ઇમારતમાં ભીષણ આગ લાગતાં 8 બાળકો સહિત 17 લોકોના મોત થયા હતા. મૃતકોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસનું કહેવું છે કે હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોવાની

હૈદરાબાદઃ ઐતિહાસિક ચાર મીનાર નજીક ગુલઝાર હાઉસની એક ઇમારતમાં ભીષણ આગ લાગતાં 8 બાળકો સહિત 17 લોકોના મોત થયા હતા. મૃતકોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસનું કહેવું છે કે હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે અને બચાવ કામગીરી ચાલુ છે.

આ દુર્ઘટના પર પીએમ નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ ટ્વિટર પર લખ્યું, હૈદરાબાદમાં આગની ઘટનામાં થયેલા જાનહાનિથી ખૂબ દુઃખ થયું છે.

પ્રધાનમંત્રીએ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. પીએમએ ટ્વિટર પર લખ્યું, દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે મારી સંવેદના. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની હું પ્રાર્થના કરું છું. પ્રધાનમંત્રીએ મૃતકોના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

પોલીસના જણાવ્યાં અનુસાર, અકસ્માતમાં મૃતકોની ઓળખ અભિષેક મોદી (30), રાજેન્દ્ર કુમાર (67), મુન્નાભાઈ (72), સુમિત્રા (65), ઇરાજ (2 વર્ષ), આરુષિ જૈન (17) તરીકે થઈ છે. મૃતકોની ઓળખ હર્ષાલી ગુપ્તા (7 વર્ષ) અને શીતજ જૈન (37 વર્ષ) તરીકે થઈ છે. પીડિતોમાં બે બાળકો અને એક સગીરનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં બચાવ ટીમે 10 થી 15 લોકોને બચાવ્યાં છે. સ્થાનિક ધારાસભ્ય અને નેતાઓએ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને રાહત પ્રયાસોનું સંકલન કરવા માટે સ્થળની મુલાકાત લીધી છે.

ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે તેમને સવારે 6.30 વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો. આ પછી જ તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે આવી ઘટનાઓ ખૂબ જ દુઃખદ છે. હું કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરીશ અને આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવા માટે શક્ય તમામ પ્રયાસો કરીશ. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે તેમણે અધિકારીઓને રાહત કાર્ય ઝડપી બનાવવા અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter