જહાજમાં 277 લોકો સવાર હતા
બ્રુકલિન બ્રિજ 1883માં જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો
ન્યૂયોર્કઃ મેક્સિકન નૌકાદળનું તાલીમ જહાજ ન્યૂયોર્કના બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે. કુઆહટેમોક જહાજ એક ખાસ સમારોહ માટે ન્યૂ યોર્ક આવ્યું હતુ, શનિવારે સાંજે જ્યારે જહાજ આ પુલ નીચેથી પસાર થવાનું હતું, ત્યારે જહાજનો એક ઊંચો થાંભલો (માસ્ટ) પુલ સાથે અથડાયો હતો. અથડામણ પછી, જહાજના કેટલાક ભાગો તૂટીને નીચે પડી ગયા હતા. ઘટના બાદ પુલ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. મેક્સિકન નૌકાદળે પણ આ ઘટનાની પુષ્ટિ કરી હતી.
ન્યૂયોર્ક ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યાં અનુસાર, અધિકારીઓએ કહ્યું છે કે લગભગ 20 લોકો ઘાયલ થયા છે, પરંતુ આ અંગે કોઈ વિગતો આપવામાં આવી નથી. અથડામણ પછી તે નદી કિનારા તરફ જવા લાગ્યું હતું. તેથી નજીકમાં હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
સિડની નીડેલ અને લીલી કાત્ઝે કહ્યું કે તેઓ બહાર બેઠા હતા, ત્યારે તેમણે જોયું કે જહાજ પુલ સાથે અથડાયું અને તેનો એક માસ્ટ તૂટી ગયો. નજીકથી જોતાં, તેઓએ જોયું કે બે માણસોને સ્ટ્રેચર પર અને નાની હોડીઓમાં વહાણમાંથી ઉતારવામાં આવી રહ્યાં હતા.
બ્રુકલિન બ્રિજ 1883માં જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેની લંબાઈ લગભગ 1600 ફૂટ છે. તે બે ટાવર પર બનેલો બ્રિજ છે. શહેરના પરિવહન વિભાગ અનુસાર, દરરોજ 100,000 થી વધુ વાહનો અને અંદાજે 32,000 રાહદારીઓ તેના પરથી પસાર થાય છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/