આ ઘટના ખતરનાક છે, ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીની પત્ની અને બે સંતાનોની લાશો દાટેલી હાલતમાં મળી

07:50 PM Nov 16, 2025 | gujaratpost

ભાવનગરઃ શહેરમાં એક સનસનીખેજ અને ચોંકાવી દે તેવી ઘટના સામે આવી છે, ભરતનગર પોલીસ વિસ્તારમાં એક ભેદી ખોદકામની તપાસ કરી તો અહીંથી એક ફોરેસ્ટ અધિકારીની પત્ની અને બે સંતાનો એક પુત્ર અને પુત્રીની લાશ મળી આવી હતી.

ભાવનગરમાં ફરજ બજાવતા ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાના પત્ની અને બે સંતાોનીની ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરથી 25 ફૂટ દૂરના અંતરે ખાદામાંથી લાશ મળી છે, આ ત્રણેય લાશો ખાડો કરીને દાટી દેવામાં આવી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગત 5 નવેમ્બરના રોજ નયનાબેન પુત્રી પૃથા અને પુત્ર ભવ્ય સાથે સુરત જવા નીકળ્યાં હતા અને તેઓ ગુમ થઇ ગયા હતા. બાદમાં પતિએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને હવે ત્રણેય લોકોની લાશ મળી છે.

શૈલેષ ખાંભલાની નોકરી ભાવનગર હતી અને પરિવાર સુરત રહેતો હતો, થોડા દિવસ પહેલા પરિવાર સુરતથી ભાવનગર આવ્યો હતો, હાલમાં આ મામલે પોલીસે ત્રણેયની લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને કેસની વધુ તપાસ હાથ ધરી છે,આ ત્રણેયની હત્યા કરીને લાશોને દાટી દેવામાં આવી હતી, પોલીસ પતિ શૈલેષની પૂછપરછ કરી રહી છે.