આ છે ભારતના દુશ્મનો..પહેલગામ હુમલાના આતંકીઓના સ્કેચ જાહેર કરાયા- Gujarat Post

03:01 PM Apr 23, 2025 | gujaratpost

પુલવામા હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ સૌથી મોટો હુમલો

ઇન્ટેલિજન્સ એજન્સીએ કહ્યું- માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનમાં બેઠો છે

મૃતકોમાં યુપી, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ

Trending :

આતંકી હુમલામાં 27 લોકોનાં મોત થઇ ગયા

શ્રીનગરઃ જમ્મુ- કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. સરકાર અને તપાસ એજન્સીઓ દિવસ રાત કામગીરી કરી રહી છે. તપાસ એજન્સીએ આતંકવાદીઓના બે સ્કેચ જાહેર કર્યા છે. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે આ હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કર-એ-તૈયબાનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ છે.

કેન્દ્રીય એજન્સીના સૂત્રોનાં જણાવ્યા અનુસાર, પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના સહયોગી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. રેઝિસ્ટન્સ ફ્રન્ટ એ પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાનું એક પ્રોક્સી આતંકવાદી સંગઠન છે. જેની રચના 2019 માં જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા પછી કરવામાં આવી હતી. આ આતંકવાદી સંગઠનની શરૂઆત એક ઓનલાઈન યુનિટ તરીકે થઈ હતી. પરંતુ તે ઝડપથી એક સંપૂર્ણ આતંકવાદી સંગઠન બની ગયું છે. જેમાં તહરીક-એ-મિલ્લત ઇસ્લામિયા અને ગઝનવી હિંદ જેવા હાલના સંગઠનોના તત્વો પણ આ સંગઠનમાં જોડાઇ ગયા હતા.

સૂત્રોના જણાવ્યાં અનુસાર, હુમલા પહેલાં આતંકવાદીઓએ સ્થાનિક કાશ્મીરી આતંકવાદીઓ અને ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ સાથે મળીને આ વિસ્તારની રેકી કરી હતી. તેમજ બેસરનમાં સુરક્ષા દળોની ઉપસ્થિતિ ન હોવાથી હુમલાખોરોએ બેસરન પસંદ કર્યું હતું.