નવી દિલ્હીઃ ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે વધતી નિકટતા અંગે એક મોટું નિવેદન આપ્યું છે. CDS અનિલ ચૌહાણે કહ્યું કે પોતાના હિત માટે આ દેશોનો એકબીજા તરફનો ઝુકાવ ભારતની સ્થિરતા અને સુરક્ષા પર ગંભીર અસર કરી શકે છે.
બે પરમાણુ સશસ્ત્ર દેશો વચ્ચે પહેલી વાર સંઘર્ષ - CDS
મંગળવારે એક થિંક ટેન્કને સંબોધિત કરતી વખતે સીડીએસ જનરલ અનિલ ચૌહાણે પહેલગામ આતંકવાદી હુમલા પછી 7 થી 10 મે દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા લશ્કરી સંઘર્ષનો ઉલ્લેખ કર્યો. આ કદાચ પહેલી વાર છે જ્યારે બે પરમાણુ સશસ્ત્ર દેશો સીધા સંઘર્ષમાં ઉતર્યા.
ચીન-પાકિસ્તાન પર સીડીએસે શું કહ્યું ?
ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે પાકિસ્તાન અને ચીન વચ્ચેના જોડાણ અને ભારત પ્રત્યેના તેમના સામાન્ય હિતોનો ઉલ્લેખ કર્યો. કહ્યું કે પાકિસ્તાને છેલ્લા 5 વર્ષમાં તેના 70 થી 80 ટકા શસ્ત્રો અને સાધનો ચીન પાસેથી મેળવ્યાં છે. ચીની લશ્કરી કંપનીઓની પણ પાકિસ્તાનમાં વ્યાપારી જવાબદારીઓ છે.
CDS એ ભારત માટે કયો ખતરો કહ્યું ?
ચૌહાણે કાર્યક્રમને સંબોધતા કહ્યું કે હિંદ મહાસાગર ક્ષેત્રના દેશોમાં આર્થિક કટોકટીએ બાહ્ય શક્તિઓને પોતાનો પ્રભાવ વધારવાની તક આપી છે. આ ભારત માટે નબળાઈઓ ઊભી કરી શકે છે. ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે હિતોનું સંભવિત સંકલન છે અને આ ભારતની સ્થિરતા અને સુરક્ષા પર અસર કરી શકે છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++