માર્ચની મોંઘેરી શરૂઆત, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો- Gujarat Post

11:29 AM Mar 01, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ નાણાંકીય વર્ષનો છેલ્લો મહિનો આજથી શરૂ થયો છે. જો કે માર્ચ મહિનાની મોંઘેરી શરૂઆત થઈ છે. LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. દિલ્હીમાં ગેસની બોટલ 25 રૂપિયા મોંઘી થઇ છે, જ્યારે મુંબઈમાં તે 26 રૂપિયા મોંઘી થઇ છે.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા મહિને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરીને મોંઘવારીને આંચકો આપ્યો છે. ગયા મહિને બજેટના દિવસે એટલે કે 1 ફેબ્રુઆરી 2024ના રોજ તેમાં 14 રૂપિયાનો વધારો કર્યાં બાદ હવે સિલિન્ડરની કિંમતમાં એકવાર 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બદલાયેલા દરો IOCLની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યાં છે, જે આજથી એટલે કે 1 માર્ચ, 2024થી લાગુ થશે. નવા દર મુજબ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 1795 રૂપિયામાં મળશે, જ્યારે કોલકાતામાં આ સિલિન્ડર હવે 1911 રૂપિયા થઈ ગયો છે.મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધીને 1749 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ચેન્નાઈમાં તે વધીને 1960.50 રૂપિયા થઈ ગયો છે.

Trending :

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post