બર્ન: ભૂતપૂર્વ મિસ સ્વિટ્ઝર્લૅન્ડ ફાઇનલિસ્ટ ક્રિસ્ટીના જોક્સિમોવિકની ક્રૂર હત્યા તમને ચોંકાવી દેશે. આ ક્રૂર અને જઘન્ય હત્યા તેના પતિ થોમસે કરી હતી. તેણે કિસ્ટ્રીનાને મારી નાખતી વખતે તેનું ગર્ભાશય ખેંચી લીધું હતું. કોર્ટના દસ્તાવેજોએ પુષ્ટિ આપી હતી કે તેના શરીરના ભાગોને પછી બ્લેન્ડરમાં રાસાયણિક દ્રાવણમાં પીસવામાં આવ્યાં હતા.
આ રીતે ક્રૂર હત્યા કરવામાં આવી
સ્વિસ અધિકારીઓએ જણાવ્યું કે ભૂતપૂર્વ મિસ સ્વિટ્ઝર્લૅન્ડ ફાઇનલિસ્ટ ક્રિસ્ટીના જોક્સિમોવિકના પતિએ હત્યા કરી હતી. સ્વિસ ગોપનીયતા કાયદા હેઠળ, થોમસ નામના 43 વર્ષીય પતિએ 38 વર્ષીય પત્ની ક્રિસ્ટીના જોક્સિમોવિકની હત્યા કરી હતી. ફેબ્રુઆરી 2024 માં બિનિંગેન સ્થિત તેના ઘરે શરીરના ટુકડા કરીને અવશેષોનો નિકાલ કર્યો હતો.કોર્ટના દસ્તાવેજો અનુસાર, મોડેલના શરીરને જીગ્સૉ અને બગીચામાં વપરાતી કાતરથી કાપવામાં આવ્યું હતું.
કાતરથી હાથપગ કાપવામાં આવ્યા હતા
થોમસે કટર અને બગીચાની કાતરથી પત્નીના શરીરના ટુકડા કર્યા હતા. તેણે તેનું ગર્ભાશય કાઢી નાખ્યું. ત્યારબાદ તેણે શરીરના ભાગોને ઔદ્યોગિક બ્લેન્ડરમાં પીસી દીધા. કેટલાક અવશેષોને રાસાયણિક દ્રાવણમાં ઓગાળી દેવામાં આવ્યાં હતા. ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, પોલીસે પાછળથી બ્લેન્ડર, સ્નાયુઓ સાથે ચોંટેલી ત્વચાના ટુકડા અને હાડકાંના ટુકડાઓ જપ્ત કર્યા હતા. કોર્ટના દસ્તાવેજો જણાવે છે કે થોમસ તેની પત્નીના શરીરને ટુકડા કરતી વખતે તેના ફોન પર યુટ્યુબ વીડિયો જોઈ રહ્યો હતો.
પત્નીનું માથું કાપી નાખ્યું
થોમસે તેના હિપ સાંધા તોડી નાખ્યાં હતા, અનેક અંગો કાપી નાખ્યા હતા, કરોડરજ્જુ કાપી નાખી હતી, અંતે તેનું શિરચ્છેદ કરી નાખ્યું હતું. મોડેલના અવશેષો સૌપ્રથમ તેના પિતા દ્વારા શોધી કાઢવામાં આવ્યાં હતા. ન્યૂ યોર્ક પોસ્ટે અહેવાલ આપ્યો કે તેમણે ઘરના લોન્ડ્રી રૂમમાં કાળા બેગમાંથી સોનેરી વાળ બહાર નીકળતા જોયા. જ્યારે થોમસે શરૂઆતમાં દાવો કર્યો કે તેની પત્નીને પહેલાથી જ મૃત હાલતમાં મળી હતી,પરંતુ માર્ચમાં, તેણે હત્યાની કબૂલાત કરી હતી. કહ્યું કે તેની પત્નીએ તેના પર છરી વડે હુમલો કર્યા પછી તેણે સ્વ-બચાવમાં આ પગલું ભર્યું હતું. જોકે, ફોરેન્સિક નિષ્ણાતોને તેના કોઈ પુરાવા મળ્યા નથી.
ક્રિસ્ટીના જોક્સીમોવિકને મિસ નોર્થવેસ્ટ સ્વિટ્ઝર્લૅન્ડનો તાજ પહેર્યો હતો અને 2007માં તે મિસ સ્વિટ્ઝર્લૅન્ડની ફાઇનલિસ્ટ હતી. બાદમાં તે કેટવોક કોચ બની હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/