ગુજરાત પોસ્ટ ન્યૂઝના અહેવાલની અસર, SGST માં થયેલી બદલીઓમાં ઉથલ પાથલ દેખાઇ, ભ્રષ્ટાચારીઓનું ન ચાલ્યું

10:26 PM Feb 01, 2026 | gujaratpost

મોબાઇલ સ્કવોર્ડમાં 274 ઇન્સ્પેક્ટર્સ અને 76 અધિકારીઓની એક સાથે બદલી 

મલાઇદાર પોસ્ટ આપવાની વાતો કરનારા અને ઉઘરાણાં કરનારાઓનું હવે શું થશે ?

IAS આરતી કંવરની બધી જ વસ્તુઓ પણ નજર 

અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગમાં કમિશનર તરીકે IAS આરતી કંવર આવ્યાં બાદ એક પછી એક મહત્વના અને સરકારને ફાયદો થાય તેવા નિર્ણય લેવાઇ રહ્યાં છે, હવે જે મોબાઇલ સ્કવોર્ડ વર્ષે સરકારને કરોડો રૂપિયાનો ટેક્સ કમાવી આપે છે, તે વિભાગમાં મોટા પાયે  બદલીઓ થઇ છે, 274 કર્મચારીઓ અને 76 અધિકારીઓના એક સાથે બદલીના ઓર્ડર થયા છે, અગાઉ આ બદલીઓ માટે એક જોઇન્ટ કમિશનરે ઉઘરાણાં કર્યા હોવાના આક્ષેપો હતા, તેમને સાઇડમાં રાખીને કદાચ એક ટીમ બનાવવામાં આવી હશે અને તે ટીમે ઇમાનદાર અને યોગ્યતાની દ્રષ્ટીએ અધિકારીઓ-કર્મચારીઓની બદલીઓ કરી છે, એક રીતે જોઇન્ટ કમિશનર અને તેમના માટે દલાલી કરનારા મુસ્લિમ શખ્સે હવે ઉઘરાણાં મામલે કેટલાક કર્મચારીઓ-અધિકારીઓને ગોળગોળ જવાબ આપતા 100 વખત વિચારવું પડશે.

મોબાઇલ સ્કવોર્ડ અને અન્ય બદલીઓમાં પારદર્શિતા 

કેટલાકની બદલીઓએ સૌને ચોંકાવી દીધા

કેટલાક કર્મચારીઓની થોડા જ સમયમાં બદલી કરી નાખવામાં આવી

ભ્રષ્ટાચારીઓને ન મળી મલાઇદાર જગ્યા

સ્ટેટ જીએસટીમાં ભ્રષ્ટાચાર, બદલીઓમાં ઉઘરાણાં અને માર્કેટમાં બદલીઓ માટે બકરા શોધતા દલાલને લઇને કદાચ નવા કમિશનર આરતી કંવરને ગંધ આવી ગઇ હતી, જેથી તેમને કેટલાક નિષ્ઠાવાન અધિકારીઓને બદલીઓનું કામ સોંપ્યું હોય શકે છે, જેની અસર હવે થયેલા બદલીઓના ઓર્ડરમાં દેખાઇ છે. અગાઉ બદલીઓમાં થતો ભ્રષ્ટાચાર કદાચ હવે નહીં થાય તેવું કહી શકાય
 
જોઇન્ટ કમિશનરનું કંઇ ખાસ ચાલ્યું નહીં, હવે પોરબંદર- જૂનાગઢના બોગસ બિલિંગના કૌભાંડોમાં તપાસ જરૂરી 

એક જોઇન્ટ કમિશનર મુસ્લિમ શખ્સને સાથે રાખીને પોતાના ખિસ્સા ગરમ કરે છે, જો કે આ બદલીઓમાં તેમનો દાવ ઉંધો પડ્યો છે, પરંતુ અગાઉ બોગસ બિલિંગમાં મુસ્લિમ શખ્સ મારફતે મલાઇ મારનારા આ સરકારી બાબુ અને તેમના માટે કામ કરનારા મુસ્લિમ શખ્સ સામે હજુ સુધી કોઇ પુરાવા કમિશનર સુધી નહીં પહોચ્યાં હોય, એટલા માટે આવા લોકો તેમના જ વિભાગમાં કર્મચારીઓ- અધિકારીઓના ટેબલ પર જઇને દમ મારી શકે છે અને અહીં નવાઇની વાત એ છે કે પ્રાયવેટ શખ્સ જોઇન્ટ કમિશનરની ખુરશી ચલાવતો હોય તેમ કોઇ પણ જીએસટીની ઓફિસમાં ઘૂસી જઇને ડિલ કરે છે અને કોઇ પણ જીએસટીના કર્મચારી- અધિકારીને દમ મારીને કામ કરવાના પ્રયાસ કરે છે.

કમિશનરે તેમના કર્મચારીઓ- અધિકારીઓને સાચવવા જોઇએ

એક જોઇન્ટ કમિશનરા દમ પર જીએસટીના કર્મચારીઓ-અધિકારીઓને દમ મારનારો આ મુસ્લિમ શખ્સ ખુલ્લેઆમ જીએસટી વિભાગમાં જઇને કર્મચારીઓને દમ મારે છે, જો તેનું ધારેલું કરવામાં નહીં આવે તો તપાસો બેસાડી દેવાની અને કોઇ કેસમાં ભરવી દેવાની ધમકીઓ આપે છે, ત્યારે આવા શખ્સ સામે કડક કાર્યવાહી કરવા અને પોતાના જ કર્મચારીઓને બચાવવા કમિશનર આરતી કંવરે કંઇ વિચારવું જોઇએ. 

પોરબંદર અને જૂનાગઢમાં બોગસ બિલિંમાં આ મુસ્લિમ શખ્સનો ખેલ 

રાજ્યમાં બોગસ બિલિંગને લઇને સરકાર કડક કાર્યવાહી કરી રહી છે, જીએસટી કમિશનર પણ આ મામલે કડક દેખાઇ રહ્યાં છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં અધિકારીઓની મિલિભગત વગર આ શક્ય નથી, બોગસ બિલિંગના કેસોમાં અગાઉ અધિકારીઓની મિલિભગત સામે આવી ચુકી છે, હવે આ મુસ્લિમ શખ્સના પોરબંદર અને જૂનાગઢમાં કરોડો રૂપિયાના બોગસ બિલિંગના ખેલ સામે આવી રહ્યાં છે, જેમાં આ જોઇન્ટ કમિશરના રોલની પણ તપાસ થવી જરૂરી છે.