+

શિક્ષકે ધોરણ 10 ના વિદ્યાર્થીને એટલો જોરથી લાફો માર્યો કે તેના કાનનો પડદો ફાટી ગયો

અમદાવાદઃ એક શિક્ષકે ધોરણ 10 ના વિદ્યાર્થીને એટલો જોરથી લાફો માર્યો કે તેના કાનનો પડદો ફાટી ગયો. આ ઘટના શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલમાં બની હતી. ડોક્ટરના મતે, વિદ્યાર્થીના કાનની

અમદાવાદઃ એક શિક્ષકે ધોરણ 10 ના વિદ્યાર્થીને એટલો જોરથી લાફો માર્યો કે તેના કાનનો પડદો ફાટી ગયો. આ ઘટના શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલમાં બની હતી. ડોક્ટરના મતે, વિદ્યાર્થીના કાનની સર્જરીની જરૂર પડી શકે છે. વિદ્યાર્થીના પિતાએ કૃષ્ણનગર પોલીસમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી છે અને તપાસ શરૂ કરી છે. આ દરમિયાન, શાળા પ્રશાસને શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા છે.

આ શિક્ષકે ધોરણ 10 ના વિદ્યાર્થીને એટલા જોરથી લાફો માર્યો કે તેના ડાબા કાનમાં સોજો આવી ગયો. થોડી વાર પછી કાનમાંથી લોહી નીકળવા લાગ્યું અને વિદ્યાર્થીની સ્પષ્ટ સાંભળવાનું બંધ થઇ ગયું હતું. તેને સર્જરી કરાવવી પડશે.

ચાણક્ય સ્કૂલના જણાવ્યાં અનુસાર, ગુજરાતી માધ્યમ વિભાગનો ધોરણ 10નો વિદ્યાર્થી પીટી ક્લાસ દરમિયાન શાળાના મેદાનમાં તેના મિત્રો સાથે બેઠો હતો. વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતો કરી રહ્યાં હતા ત્યારે અંગ્રેજી શિક્ષક લક્ષ્મણ ત્યાં પહોંચ્યાં હતા અને કોઈ કારણથી વિદ્યાર્થીને ગાલ પર લાફો મારી દીધો હતો.

જ્યારે વિદ્યાર્થી રડવા લાગ્યો, ત્યારે શાળાના વહીવટીતંત્રે તેના પિતાને બોલાવ્યાં. વિદ્યાર્થીએ તેના પિતાને કહ્યું કે તેને કંઈ સંભળાતું નથી. તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો, જ્યાં જાણવા મળ્યું કે તમાચાને કારણે તેનો કાનનો પડદો ફાટી ગયો છે.

ડૉક્ટરના મતે, જો આગામી અઠવાડિયામાં કાનમાં સોજો ઓછો ન થાય તો સર્જરીની જરૂર પડી શકે છે. આરોપી શિક્ષકે સ્કૂલ ટ્રસ્ટ અને વિદ્યાર્થીના પિતાની હાજરીમાં પોતાની ભૂલ સ્વીકારી. આ ઘટના અંગે, અમદાવાદના કૃષ્ણનગર પોલીસના જણાવ્યા અનુસાર શિક્ષક દ્વારા થપ્પડ માર્યા બાદ વિદ્યાર્થીની શ્રવણશક્તિ ગુમાવવાની માહિતી તેમને મળી હતી. શિક્ષકને કસ્ટડીમાં લેવા બાદ તપાસ હાથ ધરી છે.

facebook twitter