બનાસકાંઠાના શિક્ષિકા ભાવના પટેલે અમેરિકાથી વીડિયો વાયરલ કરીને લગાવ્યાં આ આરોપ- Gujarat Post

11:53 AM Aug 13, 2024 | gujaratpost

પાન્છા ગામની સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા 8 વર્ષથી અમેરિકા સ્થાયી

શાળાના રેકોર્ડ ઉપર તેમના નામને લઇને વીડિયો વાયરલ કર્યો

Gujarat Teacher Job Scam: બનાસકાંઠાના દાંતા તાલુકાની પાન્છા પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવના પટેલ વિદેશમાં છે અને ઘણા વર્ષોથી શાળામાં આવતા નથી. જે અંગેનો અહેવાલ આવ્યાં બાદ તેમણે અમેરિકાથી વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં તેમણે જણાવ્યું કે, તે એનઓસી મેળવીને અમેરિકા ગઈ છે. આ કેસની પતાવટ માટે તેમની પાસે પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનો તેમને ઘટસ્ફોટ કર્યો છે.
શિક્ષિકા ભાવના પટેલે કહ્યું કે, હું જ્યારે ભારત આવીશ ત્યારે આ સમગ્ર મામલે વાત કરીશ.

વીડિયોમાં જણાવ્યું કે, જ્યારે હું નીકળી ત્યારે જિલ્લા પંચાયતમાંથી એનઓસી લીધી છે. પછી અમેરિકાની પ્રોસેસ કરી હતી. વિઝા માટે પણ એનઓસીની જરૂર હતી, એટલા માટે એ વખતે પણ એનઓસી લીધી છે. મેં બધી જગ્યાએ એનઓસી આપેલી છે અને મારી પાસે તેના પુરાવા છે.

શિક્ષિકા ભાવના પટેલના વિવાદ બહાર હવે ખુદ શિક્ષિકાએ જ આ વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ હવે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526