પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી

08:11 PM Apr 25, 2024 | gujaratpost

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં વડાપ્રધાન શાહબાઝ શરીફની ભારત સાથે હાથ મિલાવીને મંત્રણા શરૂ કરવાની ઇચ્છા છે. શાહબાઝ શરીફ સાથેની મુલાકાત દરમિયાન પાકિસ્તાનના વેપારી સમૂદાયે કહ્યું છે કે દેશની વર્તમાન સ્થિતિ એવી છે કે વેપાર કરવો લગભગ અશક્ય છે. વેપારીઓની માંગ છે કે શહેબાઝ શરીફ ભારત સાથે વાતચીત શરૂ કરે અને જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સાથે હાથ મિલાવે, જેથી દેશમાં આર્થિક અને રાજકીય સ્થિરતા જળવાઈ રહે.

શેહબાઝ શરીફ અને કરાંચીના વેપારીઓની બેઠક યોજાઈ હતી જે લગભગ એક કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન વેપારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં ઊર્જાના ભાવ ખૂબ ઊંચા છે અને સરકારની નીતિઓ પણ સતત બદલાતી રહે છે જેના કારણે વેપારને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Trending :

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

પાકિસ્તાની અખબાર 'ડોન' અનુસાર, વેપારીઓએ પીએમ શરીફને તીક્ષ્ણ પ્રશ્નો પૂછ્યાં અને તેમને ભારત સાથે વેપાર માટે વાતચીત શરૂ કરવા કહ્યું હતું. દેશમાં રાજકીય અસ્થિરતાને સમાપ્ત કરવા માટે, તેમણે શરીફને જેલમાં બંધ પીટીઆઈના વડા ઈમરાન ખાન સાથે હાથ મિલાવવાની માંગ કરી હતી.

પાકિસ્તાનના સૌથી મોટા બિઝનેસ સમૂહ આરિફ હબીબ ગ્રુપના વડા આરિફ હબીબે કહ્યું, સત્તામાં આવ્યાં પછી તમે કેટલાક લોકો સાથે હાથ મિલાવ્યાં છે જેના સારા પરિણામો આવ્યાં છે, અમે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સોદામાં સારી પ્રગતિ કરી છે. હું તમને ભારત સાથેના વેપારના મામલામાં કેટલાક વધુ લોકો સાથે હાથ મિલાવવાનું સૂચન કરું છું જેનાથી આપણા અર્થતંત્રને ઘણો ફાયદો થશે. અદિયાલા જેલમાં રહેતા ઈમરાન ખાન સાથે બીજો હાથ મિલાવો. વસ્તુઓને યોગ્ય બનાવવાનો પ્રયાસ કરો, મને ખાતરી છે કે તમે તે કરી શકશો.

શાહબાઝે શું કહ્યું ?

શાહબાઝ શરીફે ભારત સાથે બિઝનેસ શરૂ કરવા અને ઈમરાન ખાન સાથે હાથ મિલાવવાના પ્રશ્નોનો કોઈ સીધો જવાબ આપ્યો ન હતો. તેમણે કહ્યું કે તેમને આપવામાં આવેલા તમામ સૂચનોની નોંધ લેવામાં આવી છે અને તેઓ તેનો અમલ કરશે.

'જ્યારે આપણે તેમની પ્રગતિ જોઈએ છીએ ત્યારે આપણને શરમ આવે છે...'

ઉદ્યોગપતિઓ સાથેની બેઠક દરમિયાન પીએમ શરીફે પોતાના ભાષણમાં બાંગ્લાદેશનો મુખ્ય ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે પાકિસ્તાનમાંથી નીકળેલો દેશ આજે ઘણો આગળ વધી રહ્યો છે. પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ), જે એક સમયે દેશ માટે બોજ ગણાતું હતું તે આજે ઉદ્યોગોમાં ઘણું આગળ વધી ગયું છે.

પાકિસ્તાની PMએ કહ્યું હું ખૂબ નાનો હતો જ્યારે અમને કહેવામાં આવ્યું હતું કે આ ભાગ અમારા ખભા પર બોજ છે. આજે તમે બધા જાણો છો કે આર્થિક વિકાસના સંદર્ભમાં તે બોજ ક્યાં પહોંચી ગયો છે. અને આજે જ્યારે આપણે તેમને જોઈએ છીએ ત્યારે આપણને આપણી જાત પર શરમ આવે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વેપાર 2019 થી બંધ

ભારત અને પાકિસ્તાન વચ્ચે 2019 થી વેપાર બંધ છે, જેના બે કારણો છે. પહેલું કારણ- 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા, ત્યારબાદ ભારતે પાકિસ્તાનના વેપાર પર હુમલો કરવા માટે પાકિસ્તાન પાસેથી ખરીદેલા સામાન પર કસ્ટમ ડ્યૂટીમાં 200 ટકાનો વધારો કર્યો હતો. તેના કારણે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે પાકિસ્તાનથી આયાતમાં 91 ટકાનો ઘટાડો થયો છે.

બીજું કારણ- જ્યારે ઓગસ્ટ 2019માં ભારતે કલમ 370 હટાવીને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યો ત્યારે પાકિસ્તાન તરફથી આકરી પ્રતિક્રિયા આવી હતી. તેને જોતા પાકિસ્તાને ભારતમાંથી આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

પ્રતિબંધથી દ્વિપક્ષીય વેપાર લગભગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. વેપાર બંધ થવાથી પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે. પાકિસ્તાનના કાપડ અને ખાંડ ઉદ્યોગોને ભારે ફટકો પડ્યો છે. કાપડ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો માટેના કાચા માલ માટે પાકિસ્તાન ભારત પર નિર્ભર હતું અને પ્રતિબંધોને કારણે તેને ઘણું નુકસાન થયું છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post