+

ICCએ T-20 WC માટે ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની કરી જાહેરાત, કોહલી બહાર, આ ભારતીયોને મળ્યું સ્થાન

T20 World Cup 2024 Team Of The Tournament: T- 20 વર્લ્ડકપ 2024 પૂરો થઈ ગયો છે. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી છે. ભારતીય ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં જોરદાર પ

T20 World Cup 2024 Team Of The Tournament: T- 20 વર્લ્ડકપ 2024 પૂરો થઈ ગયો છે. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી છે. ભારતીય ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ખેલાડીઓ સામે વિરોધી ટીમો ટકી શકી ન હતી. ટીમ ઈન્ડિયા આખી ટૂર્નામેન્ટમાં અજેય રહી અને એક પણ મેચ હારી નથી. રોહિત શર્મા ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે હતો. બુમરાહે 15 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો હતો. હવે ICCએ T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની જાહેરાત કરી છે.

6 ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું

ICCએ T20 વર્લ્ડકપ માટે ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં 6 ભારતીય ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. ફાઇનલ મેચમાં 76 રનની ઇનિંગ રમનાર વિરાટ કોહલીને તક મળી નથી. કોહલી આખી ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો અને ફાઈનલ પહેલા તેણે 7 ઈનિંગ્સમાં માત્ર 75 રન બનાવ્યાં હતા.

રોહિત શર્મા, રહેમાનુલ્લા ગુરબાઝ, નિકોલસ પૂરન, સૂર્યકુમાર યાદવ, માર્કસ સ્ટોઇનિસ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રાશિદ ખાન, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, ફઝલહક ફારૂકીને ટી20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં તક મળી છે. એનરિક નોરખિયાને 12મા ખેલાડી તરીકે સ્થાન મળ્યું છે.

રોહિત શર્માએ જોરદાર પ્રદર્શન કર્યું હતું

જે 6 ભારતીય ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે. આ તમામે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમ ઈન્ડિયાને ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. રોહિત શર્માએ ટૂર્નામેન્ટમાં 257 રન બનાવ્યાં હતા. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે બીજા સ્થાને રહ્યો છે. તેણે ત્રણ અડધી સદી પણ ફટકારી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામે 92 રનની તોફાની ઇનિંગ રમી હતી, ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ખેલાડી અર્શદીપ સિંહ હતો.

ટૂર્નામેન્ટમાં સૂર્યકુમાર યાદવે 199 રન બનાવ્યાં હતા. તેણે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં મહત્વપૂર્ણ 47 રન બનાવ્યાં હતા. અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા આ બંને ખેલાડીઓએ બોલ અને બેટથી જોરદાર પ્રદર્શન કર્યું હતું. હાર્દિકે 144 રન બનાવ્યાં અને 11 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે 9 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહે ટી- 20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમ માટે સૌથી વધુ વિકેટ લીધી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter