ફરજમાં બેદરકારી બદલ પીઆઇને કરાયા સસ્પેન્ડ
લાખો રૂપિયાનું કેમિકલ પકડાયા બાદ કાર્યવાહી કરાઇ
સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રાના પીઆઇ ડીડી ચાવડાને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યાં છે, કેમિકલ કાંડને લઇને આ કાર્યવાહી કરવામાં આવી છે, થોડા દિવસ પહેલા ધ્રાંગધ્રા પાસેથી અંદાજે 83 લાખ રૂપિયાનું ગેરકાયદેસરનું કેમિકલ જપ્ત કરવામાં આવ્યું હતુ, આ કાર્યવાહી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી હતી અને હવે આ કેસમાં પીઆઇને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યાં હતા.
રાજકોટ રેન્જ આઇજી દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે અને કેસની ઉંડી તપાસ થઇ રહી છે. નોંધનિય છે છે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા અંદાજે 83 લાખ રૂપિયાનું કેમિકલ પકડી લેવામાં આવ્યું હતુ, આ કેસમાં પીઆઈ ચાવડાની બેદરકારી સામે આવી હતી, જેને કારણે હવે ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા પીઆઇ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/