- વચેટિયા સાથે તલાટી મંત્રી એસીબીની ઝપેટમાં આવ્યાં
સુરેન્દ્રનગરઃ એસીબી દ્વારા લાંચિયા લોકો સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે, હવે સુરેન્દ્રનગરની લખતર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રૂપિયા 3000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા છે.
ફરિયાદીના વઢવાણ તાલુકાના વડોદ ગામે બે પ્લોટ છે. જે બંન્ને પ્લોટના ગામ નમુના નંબર-2 નો ઉતારો આરોપી ધર્મેશકુમાર તળશીભાઇ પેઢડીયા (તલાટી કમ મંત્રી- લખતર ગ્રામ પંચાયત) પાસે માંગતા તેમણે રાજુ વસોયા (પ્રજાજન) મારફતે રૂપિયા ત્રણ હજારનો વહીવટ કરવો પડશે તેમ કહ્યું હતુ. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ સુરેન્દ્રનગર એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો. જેને આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં લાંચ લેતા આરોપીઓ ઝડપાઇ ગયા છે.
ટ્રેપીંગ અધિકારી: એમ.ડી.પટેલ, પોલીસ ઇન્સ્પેકટર એ.સી.બી. પો.સ્ટે.સુરેન્દ્રનગર તથા સ્ટાફ
સુપરવિઝન અધિકારી: કે.એચ.ગોહિલ, ઈ.ચા. મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ