ACB ટ્રેપમાં બે સરકારી કર્મચારીઓ ફસાયા, રૂ. 7,000 ની લાંચ લેતા ઝડપાયા

11:27 AM Jul 26, 2025 | gujaratpost

સુરતઃ ફરીયાદીના સિવાણ ગ્રામ પંચાયત વિસ્તારમાં બે પ્લોટ ઉપર બાંધકામ કરેલા હતા, જેની આકારણી કરવાની કાર્યવાહી કરવાનાં અવેજ પેટે ભરતભાઇ નાથુભાઇ ચૌધરી ઉ.વ.45 તલાટી કમ મંત્રી વર્ગ-3, સિવાણ ગામ, ગ્રામ પંચાયતની કચેરી, તા.ઓલપાડ જિ.સુરત અને પ્રગતિબેન યોગેશભાઇ વિનુભાઇ પટેલ, ઉ.વ.22, કોમ્પ્યુટર ઓપરેટર (કરાર આધારીત) એ રૂ.7,000 લાંચની માંગણી કરી હતી. 

લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એ.સી.બીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. જેને આધારે લાંચના છટકાનું આયોજન કરતા બંન્ને કર્મચારીઓ રૂ. 7,000 ની લાંચની રકમ સ્વીકારતા ઝડપાઇ ગયા હતા  સિવાણ ગ્રામ પંચાયત તલાટીની ઓફિસમાં જ લાંચ લેવાઇ હતી અને એસીબીએ અહીં જ ટ્રેપ કરી હતી.

ટ્રેપીંગ અધિકારીઃ એસ.ડી.ધોબી, પોલીસ ઇન્સ્પેકટર, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. સુરત તથા એ.સી.બી. સ્ટાફ

સુપર વિઝન અધિકારીઃ આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++