+

17 દિવસ સુધી પશુપાલક બનીને ફર્યા બાદ ચોરોને પકડી પાડ્યાં ! રૂ. 25 લાખની ચોરીનો કર્યો પર્દાફાશ

સુરતઃ વરાછા પોલીસે રાજસ્થાનથી પશુપાલક બનીને ચોરીના બે આરોપીઓની ધરપકડ કરી છે. 17 જૂન, 2025 ના રોજ, શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 25 લાખ રૂપિયાની ચોરીનો બનાવ બન્યો હ

સુરતઃ વરાછા પોલીસે રાજસ્થાનથી પશુપાલક બનીને ચોરીના બે આરોપીઓની ધરપકડ કરી છે. 17 જૂન, 2025 ના રોજ, શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 25 લાખ રૂપિયાની ચોરીનો બનાવ બન્યો હતો. આ કેસમાં કુલ 9 લોકો સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું, જેમાંથી 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ચોરી એક સુનિયોજિત ઘટના હતી, જેમાં આંગણવાડી કાર્યકરને ઓળખીને તેના પર નજર રાખવામાં આવી હતી અને પછી તક મળતાં મોટી રકમની ચોરી કરવામાં આવી હતી. 

આરોપીઓ રાજસ્થાનમાં છુપાયેલા હતા, પોલીસ પશુપાલક બની ગઈ

જ્યારે કેસની તપાસ આગળ વધી, ત્યારે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા પોલીસને માહિતી મળી કે બે આરોપીઓ રાજસ્થાનના જાલોર અને જોધપુર જિલ્લામાં છુપાયેલા છે.પરંતુ તેમને પકડવા સરળ ન હતા. કારણ કે આ લોકો સતત પોતાના છુપાવાના સ્થળો બદલી રહ્યાં હતા અને પોતાની ઓળખ છુપાવી રહ્યાં હતા. આવી સ્થિતિમાં સુરતના વરાછા પોલીસ સ્ટેશનની પોલીસે પોતાની રણનીતિ બદલી અને ખાખી વર્દી છોડીને સ્થાનિક પશુપાલકોનો વેશ ધારણ કર્યો હતો.

પોલીસકર્મીઓએ ત્યાં માલધારી સમૂદાયના લોકોનો પોશાક અપનાવ્યો, જેમાં સફેદ ધોતી-કુર્તો, માથા પર પાઘડી અને ગળામાં ટુવાલ પહેર્યો હતો. તેમને સ્થાનિક ભાષા અને બોલી પણ શીખી જેથી કોઈને શંકા ન થાય. આ પછી, પોલીસ ટીમે 17 દિવસ સુધી રાજસ્થાનના વિવિધ ગામોમાં છાવણી નાખી અને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

બે આરોપીઓની ધરપકડ, 15 લાખથી વધુનો માલ જપ્ત

17 દિવસની સતત મહેનત બાદ પોલીસને સફળતા મળી અને તેમણે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી. બળવંત ઉર્ફે બલ્લુ રાજપૂતને જાલોર જિલ્લામાંથી અને ભવાની સિંહને જોધપુરથી ધરપકડ કરવામાં આવી. 15 લાખ 56 હજાર રૂપિયાનો ચોરાયેલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં સોનાના બંગડી, હીરાના પેકેટ અને રોકડનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ રાજસ્થાનમાં પણ ગુનાહિત કેસોમાં વોન્ટેડ હતા. 

બે આરોપીઓ હજુ ફરાર 

આ કેસમાં અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ 2 અન્ય હજુ પણ ફરાર છે.પોલીસ ટીમો તેમને પકડવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ સમગ્ર કેસ ખૂબ જ સુનિયોજિત ષડયંત્રનો ભાગ હતો જેમાં આરોપીઓએ આંગડિયા પેઢીના પૈસાને નિશાન બનાવ્યાં હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter