+

સુરતમાં નકલી આધારકાર્ડ-પાનકાર્ડ બનાવનાર યુવક અને યુવતીની ધરપકડ

સુરતઃ શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમે નકલી દસ્તાવેજો બનાવવાના કેસમાં એક મુસ્લિમ યુવક અને નેપાળી મૂળની એક હિન્દુ મહિલાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ચાર આધાર કાર્ડ, એક પાન કાર્ડ અને 75,00

સુરતઃ શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમે નકલી દસ્તાવેજો બનાવવાના કેસમાં એક મુસ્લિમ યુવક અને નેપાળી મૂળની એક હિન્દુ મહિલાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ચાર આધાર કાર્ડ, એક પાન કાર્ડ અને 75,000 રૂપિયા રોકડા મળી આવ્યાં છે. આ કાર્યવાહી અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિની ગોવા તરફ જતા રસ્તા પરથી કરવામાં આવી હતી. 

ધરપકડ કરાયેલા આરોપીઓમાં 29 વર્ષીય સુલતાન ઉર્ફે સુનીલ મંડલ અબ્દુલ શેખ, જે મુસ્લિમપરા (પશ્ચિમ બંગાળ)નો વતની છે અને 34 વર્ષીય સ્મિતી ઉર્ફે સ્વાતિ પટેલ ઉર્ફે ઇશિકા સિંહ સુંદરસિંહ તમગ, જે સુંદરીજલગામ (નેપાળ)ની વતની છે, બંને અગાઉ પણ વેશ્યાવૃત્તિના કેસમાં પકડાઈ ચૂક્યા છે. સુલતાનને અગાઉ સુરતના પૂના પોલીસ સ્ટેશન દ્વારા વેશ્યાવૃત્તિના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી અને તેણે દોઢ મહિનો જેલમાં રહ્યો હતો. 

જેલમાંથી છૂટ્યા પછી સુલતાને હિન્દુ વિસ્તારોમાં રહેવા અને નોકરી મેળવવા માટે નકલી નામે દસ્તાવેજો બનાવવાની યોજના બનાવી. એક પરિચિતની મદદથી તેણે માત્ર 500 રૂપિયામાં સુનિલ મંડલના નામે આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવડાવ્યું. તેવી જ રીતે, તેને તેની સ્ત્રી મિત્ર સ્મિતા માટે સ્વાતિ પટેલ ના નામે દસ્તાવેજો તૈયાર કરાવ્યા. સ્મિતાએ જણાવ્યું કે તે તેના પતિ સાથેના વિવાદને કારણે પોતાની ઓળખ છુપાવીને એક હિન્દુ વિસ્તારમાં રહેતી હતી. 

પોલીસ કમિશનરની સૂચના પર ખોટા નામોથી નકલી દસ્તાવેજો અને ઓળખ કાર્ડ બનાવનારાઓ સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન અલથાણ વિસ્તારમાં ખાટુ શ્યામ મંદિરમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ નોંધાઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે મુસ્લિમ હોવા છતાં, સુલતાન હિન્દુ નામનો ઉપયોગ કરતો હતો જેથી તેને હિન્દુ વિસ્તારમાં ઘર કે હોટેલમાં નોકરી મળી શકે.  સ્મિતાએ પોતાની વાસ્તવિક ઓળખ છુપાવીને આધાર અને પાન કાર્ડ પણ બનાવડાવ્યાં હતા. 

બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતા અને પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેમણે કબૂલ્યું હતું કે તેમણે જાણી જોઈને ખોટા નામે આ દસ્તાવેજો બનાવ્યા હતા. પોલીસે તેમના કબજામાંથી ચાર આધાર કાર્ડ, એક પાન કાર્ડ અને રોકડ રકમ જપ્ત કરી છે. સ્મિતિ વિરુદ્ધ અનૈતિક ટ્રાફિકિંગ નિવારણ અધિનિયમ (ITPA) હેઠળ કેસ નોંધાયેલો છે અને તે લાંબા સમયથી સુલતાન સાથે રહેતી હતી. 

હાલમાં, પોલીસ આ કેસની વિગતવાર તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીઓએ કયા સ્થળોએ નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. આવા કેસોમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓની પણ ઓળખ કરવામાં આવશે અને નકલી દસ્તાવેજો બનાવનારા નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો ચાલુ છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter