અલાસ્કાઃ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની વચ્ચે યુક્રેન યુદ્ધ અંગે લગભગ 3 કલાક સુધી બંધ રૂમ બેઠક ચાલી હતી, ત્યારબાદ માત્ર 12 મિનિટની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેઓએ પત્રકારના કોઈપણ સવાલના જવાબ આપ્યા ન હતા. ટ્રમ્પે કહ્યું હતું કે, કેટલાક મુદ્દાઓ પર તેમની સહમતિ બની નથી, પરંતુ કુલ મળીને વાતચીત સકારાત્મક રહી છે. જોકે, બંને નેતાઓએ એ જણાવ્યું નથી કે, તેઓ કયા મુદ્દાઓ પર સહમત થયા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે, તે ઝેલેન્સકીને પણ ફોન કરીને આ બેઠકના વિશે જણાવશે.
અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેમને હાલ રશિયન તેલ ખરીદનારા દેશો પર વળતો ટેરિફ લાદવા વિશે વિચારવું નહીં પડે, પરંતુ તેમને બે કે ત્રણ અઠવાડિયામાં વિચારવું પડી શકે છે. ટ્રમ્પે અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કર્યા બાદ ફોક્સ ન્યૂઝના સીન હેનિટીને જણાવ્યું કે, આજે જે થયું, તેના કારણે મને લાગે છે કે મારે આ વિશે વિચારવાની જરૂર નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે ભારત પર ભારે આયાત શુલ્ક લાદવાના તેમના નિર્ણયથી રશિયાને મળવાની ઈચ્છા થઈ છે. ટ્રમ્પે કહ્યું, જ્યારે મેં ભારતને કહ્યું કે અમે તમારી પાસેથી શુલ્ક લઈશું, કારણ કે તમે રશિયા સાથે વેપાર કરી રહ્યા છો અને તેલ ખરીદી રહ્યા છો, તો તેનાથી તેમને રશિયા પાસેથી તેલ ખરીદવાથી હાથ ધોવા પડ્યા અને ત્યારે રશિયાએ ફોન કરીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ટ્રમ્પે લગભગ અડધો કલાક વિમાનમાં બેસીને પુતિનના અલાસ્કા ખાતે પહોંચવાની રાહ જોઈ હતી. એરપોર્ટ પર પહોંચતા જ પુતિનનું B-2 બોમ્બર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ પછી, પુતિન રેડ કાર્પેટ પર આવ્યા હતા, ત્યારે ટ્રમ્પે તાળીઓ પાડી હતી. ત્યારબાદ પુતિન ટ્રમ્પની કારમાં બેસીને મીટિંગ માટે રવાના થયા હતા.
#UPDATE US President Donald Trump hailed what he says were wide areas of agreement with Russian leader Vladimir Putin but offered no specifics on how their strikingly friendly Alaska summit would affect the war in Ukraine
— AFP News Agency (@AFP) August 15, 2025
➡️ https://t.co/RFpEidkskV pic.twitter.com/9KoCJTcnSj
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/