+

બેફામ અધિકારીઓ....સંકલન સમિતિની બેઠકમાં સુરતના ધારાસભ્ય લાલઘૂમ, કહ્યું- માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિ

સુરતઃ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં અધિકારીઓનો ત્રાસ વધી ગયો છે, ભ્રષ્ટાચાર ચરમ સીમાએ છે, ત્યારે ભાજપના નેતાઓ જ હવે અધિકારીઓ સામે મોરચો ખોલી રહ્યાં છે. લોકસભા ચૂંટણી પછી (lok sabha elections result 2024)

સુરતઃ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં અધિકારીઓનો ત્રાસ વધી ગયો છે, ભ્રષ્ટાચાર ચરમ સીમાએ છે, ત્યારે ભાજપના નેતાઓ જ હવે અધિકારીઓ સામે મોરચો ખોલી રહ્યાં છે. લોકસભા ચૂંટણી પછી (lok sabha elections result 2024) પ્રથમ વખત મળેલી ધારાસભ્યો અને પ્રતિનિધિઓની સંકલન બેઠક (co-ordination committee meeting) તોફાની બની હતી. જેમાં ધારાસભ્યોએ વિવિધ પ્રશ્નો પૂછ્યાં હતા, સુરત (Surat west) પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ (MLA Arvind Rana) આક્ષેપો કર્યાં હતા કે કોઇ જીવલેણ દુર્ઘટના કે અકસ્માત થાય ત્યારે શાસકોની ઉપર માછલા ધોવાય છે. જયારે માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ. જેવી સ્થિતી છે, આ કામગીરી હવે સુરતમાં ચાલવાની નથી.

તેમણે આક્ષેપો કર્યાં કે રાજકોટની ઘટના બાદ સુડા વિસ્તારમાં આવતી 82 જેટલી જ શૈક્ષણિક, ગેમીંગ, હોટલ જેવી મિલ્કતો બીયુસી અને ફાયર એનઓસી ન હોવાના લીધે સીલ મારવામાં આવી છે. પરંતુ સુડા વિસ્તારમાં આ સિવાય બીયુસીની મંજુરી વગર અનેક યુનિટો ચાલે છે. તેની જવબાદારી કોની નક્કી કરવાની રાજય સરકાર દ્વારા સુડા અધ્યક્ષ તરીકે સુરત મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલની નિયુકિત કરી છે.

તેઓને સુડા વિસ્તારમાં કોઇ પણ પ્રકારના બાંધકામ પ્રવૃતિ ઉપર ધ્યાન રાખવાની સત્તા મળેલી છે. ત્યારે સુડા દ્વારા 80 એકમો સિવાય તમામ પ્રકારની મિલ્કતોમાં બી. યુ પરમીશન છે. ફાયર એન.ઓ.સી જરૂરિયાતમંદ એકમો ઉપર અપાયેલ છે. તેવી બાંહેધરી લ્યો એવી રજૂઆત થતા અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેકટર સૌરભ પારધી દ્વારા આગામી જિલ્લા સંકલનની બેઠકમાં પાલિકા કમિશનરને ઉપસ્થિત રહેવા ફરમાન કરવામાં આવ્યું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter