બેશરમીથી સગીરને માર મારનારા PSI ને સુરતથી મોરબી પાછા મોકલી દેવાયા, પીએમના કાર્યક્રમ પહેલાનો બનાવ

09:27 PM Mar 07, 2025 | gujaratpost

સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના એક દિવસ પહેલા એક સગીરને માર મારવામાં આવ્યો હતો. આ બનાવનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં પીએમના રૂટ પર રિહર્સલ કરવામાં આવી રહ્યું હતુ, તે દરમિયાન એક સગીર સાયકલ લઇને આ રૂટમાં ભૂલથી ઘૂસી ગયો હતો.

આ ઘટનામાં પીએસઆઇ બી.કે.ગઢવીએ આ સગીરને માર માર્યો હતો. કિશોરને મોઢાના ભાગે ઇજાઓ થઇ છે, આ ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીએ આ પીએસઆઇને પાછા મોરબી મોકલી દીધા છે, તેઓ મોરબી પોલીસમાં ફરજ બજાવે છે અને બંદોબસ્તમાં સુરત આવ્યાં હતા અને તેમને સગીરને માર માર્યો હતો.

પીએસઆઇ ગઢવીનો પગારનો એક ઇજાફો એક વર્ષ માટે અટકાવી દેવાની નોટિસ પાઠવવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ સુરતના લોકોમાં પણ આ પોલીસકર્મી સામે રોષ વ્યાપી ગયો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++