ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાને ઈ- મેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. સવારે 9 વાગ્યે વિધાનસભાની બેઠક શરૂ થવાની હતી, પરંતુ ધમકી મળતા ત્યારે તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને વિધાનસભામાંથી બહાર કાઢવામાં આવ્યાં હતા. સુરક્ષા એજન્સીઓએ સ્થિતિને ગંભીરતાથી લઈને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો હતો. બોમ્બ-ડોગ સ્કવોડ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
ધમકી મળતાં જ બોમ્બ સ્ક્વોડની ટીમ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને વિધાનસભા ભવનમાં સઘન તપાસ શરૂ કરી હતી. સુરક્ષા તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વિધાનસભાની બેઠક શરૂ થાય તે પહેલાં જ ધારાસભ્યોને બહાર લઈ જવાયા હતા.
આ ઘટનાને કારણે રાજકીય કાર્યક્રમોમાં વિક્ષેપ પડ્યો છે. પોલીસ અને સાયબર ક્રાઈમ વિભાગે ઈમેઈલના સ્ત્રોતની તપાસ શરૂ કરી છે, જો કે તપાસને અંતે કંઇ ખાસ ન મળતા વિધાનસભાની કાર્યવાહી શરૂ કરી દેવાઇ હતી.