આરોપીઃ લોકરક્ષક ધીરુ નકાભાઇ ઠાકરીયા, એ.એચ.ટી.યુ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર અને રોનક મણીલાલ ત્રિવેદી (પ્રજાજન) ને ઝડપી લેવાયા
મસાજ પાર્લરના ધંધામાં હેરાન ન કરવા લીધી હતી લાંચ
સુરતઃ ફરીયાદીને મસાજ પાર્લરનો ધંધો ચાલુ કરવા અને કોઇ હેરાનગતિ ન કરવા તેમજ કોઇ કાયદેસરની કાર્યવાહી ન કરવા માટે લાંચ લેવાઇ હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં સંપર્ક કરીને ફરિયાદ આપી હતી, જેને આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતુ, જેમાં ખાનગી શખ્સ લાંચ લેતા ઝડપાઇ ગયો હતો.
ટ્રેપીંગ અધિકારી: એ.એન.પ્રજાપતિ ઇ.પો.ઇન્સ. વડોદરા ફીલ્ડ વડોદરા તથા સ્ટાફના પોલીસ કર્મચારીઓ
સુપરવીઝન અધિકારી: બી.એમ.પટેલ મદદનીશ નિયામકશ્રી વડોદરા એકમ વડોદરા
ઇન્ચાર્જ અધિકારી: બળદેવ દેસાઇ, આઇ.પી.એસ, નાયબ નિયામક, વડોદરા રેંજ